

કોરોના સંકટ અનેક લોકોની નોકરીઓ લઇ લીધી છે. વળી આ લોકડાઉનના સમયે અનેક લોકો નવી નોકરી શોધવા માટે ઘરની બહાર જવાના બદલે ઘરે રહેવા જ મજબૂર છે. ત્યારે આવા સમયે કેટલાક લોકો આ ખાલી સમયને સર્જનાત્મક કામોમાં વાળી પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યા છે. અને આવી જ એક વ્યક્તિ છે, હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી પંકજ. જેણે લોકડાઉનના ખાલી સમયમાં પોતાની અંદર છુપાયેલી પ્રતિભાનો ઉપયોગ કરી કેટલીક સુંદર વસ્તુઓ બનાવી છે. જેને જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જશો.


હમીરપુર જિલ્લાના કુસવાડ ગામના પંકજ કુમારે પોતાના હાથથી કાગળ અને લાકડીનો ઉપયોગ કરીને મિનિએચર વહાનો બનાવ્યા છે. પણ તેમણે એટલું સરસ ફિનિસિંગ આપ્યો છે કે નજીકથી જોતા આ વહાનો એકદમ રિયલ લાગે છે. પંકજ કુમારે પોતાના આંગણામાં મીની બસ અડ્ડા બનાવ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશની બસ, ટ્રેક્ટર, ટ્રક તમામને સ્થાન આપ્યું છે. અને આ રીતે યુવાન પંકજે આત્મનિર્ભર ભારત માટે એક અનોખું ઉદાહરણ પાડ્યું છે.


પંકજ કુમારીને નાનપણથી જ ચિત્રકળા અને હસ્તકળાનો શોખ હતો. અને હવે જ્યારે લોકડાઉને તેમને આટલો બધા ખાલી સમય આપ્યો તો તેમણે પોતાના કળાને સાકાર કરી દીધી. આ પહેલા પંકજ ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા. પણ લોકડાઉનના કારણે તેમને ઘરે રહેવાનો વખત આવ્યો.


નોકરી ગયા પછી ઘરમાં બેકાર બેસી ખોટી વસ્તુઓ વિચારવાના બદલે પંકજે ઘરમાં જ ટેન્કર, ટિપ્પર, ટ્રેક્ટર જેવી વસ્તુઓ બનાવા લાગી. જેને જોઇને તેમના પરિવારના લોકો પણ ખુશ થઇ ગયા.


પંકજ રમકડાની ગાડીઓ બસ બેથી 3 દિવસમાં બનાવી લે છે. અને આ ગાડીઓ પર તેમણએ ઓટોમેટિક લાઇટ પણ લગાવી છે. દેખવામાં આ તમામ વહાનો એકદમ રિયલ વહાન જેવા દેખાય છે.


પંકજનો પરિવાર પણ તેની આ કળાને જોઇને ખુશ છે. તેમણે કહ્યું કે પહેલા તેમને આ રમકડા બનાવાનું કામ ઠીક નહતું લાગ્યું પણ હવે આસપાસના લોકો આ રમકડા બનવાની આપવાની ડિમાન્ડ કરી રહ્યા છે. જેના કારણે તે પણ ખુશ છે.


પંકજ આ ગાડીઓની તસવીરો ફેસબુક પર મૂકી હતી. અને આ દ્વારા ડિમાન્ડ મુજબ પંકજ તેને બીજી જગ્યાએ પણ મોકલે છે. જેનાથી તેને આવક પણ થાય છે અને તેને કળા કરવાની ખુશી પણ છે. પંકજ કુમારે જણાવ્યું કે લોકડાઉનમાં ઘરે બેઠા તેમને આ રીતે ગાડી બનાવાનો વિચાર આવ્યા. અને શોખના કારણે તેમણે એક ડઝન ગાડીઓ બનાવી લીધી પછી ફેસબુક પર મૂકતા લોકોએ આ ગાડીઓ ખરીદવાની માંગ કરી. જેના કારણે હવે તે આ કામ કરીને ખુશ છે.