

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર અંતરિક્ષ સંબંધી અનેક શોધ થઇ ચૂકી છે. હાલમાં કરવામાં આવેલી નવી શોધ મુજબ એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહે તે સંબંધે એક મહત્વની શોધ થઇ છે. વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેટ સ્પેસ સ્ટેશનમાં મજબૂત માંસપેશીઓ વાળા ઉંદરોને એક મહિના માટે રાખ્યા અને તે જ્યારે પાછા આવ્યા ત્યારે પણ તે આ મજબૂતી બનાવી રાખી શક્યા.


આ શોધથી આશા છે કે અંતરિક્ષ યાત્રીઓને લાંબા સમય સુધી અંતરીક્ષ યાત્રામાં રાખીને તેમની માંસપેશીઓ અને હાડકાને નુક્શાન થતું રોકી શકાય છે. વળી આ અધ્યન તે લોકો માટે પણ નવી આશા જગાવે છે જે પૃથ્વી પર માંસપેશી કે હાડકાની નબળાઇના કારણે વ્હીલચેર પર છે.


કાળા રંગના ઉંદરને સ્પેસ એક્સ રોકેટના પ્રક્ષેપણની સાથે સ્પેશ સ્ટેશન મોકલવામાં આવ્યું. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ પ્રમુખ શોધકર્તા અને કનેક્ટિકટમાં જૈક્સન યુનિવર્સિટીની ટીમના પ્રમુખ ડૉ. સી જિન લીએ તેમને ગત વર્ષે ડિસેમ્બરમાં મોકલ્યા હતા. તસવીર- AP


આ 40 ઉંદરમાંથી 24 તેવા હતા જેમને કોઇ પણ ટ્રીટમેન્ટ વગર મોકલવામાં આવ્યા હતા. તેમણે 18 ટકા પોતાની માંસપેશીઓ અને હાડકાનું વજન ગુમાવી દીધું હતું. પણ તેમાંથી 8 શક્તિશાળી ઉંદરોએ પોતાની માંશપેશીઓ ડબલ કરી હતી. અને તે પોતાને મેન્ટેન રાખવામાં સફળ રહ્યા હતા. તસવીર- AP


કેપ્સ્યૂલના તમામ 40 ઉંદરને સારી સ્થિતિમાં પાછા લાવવામાં આવ્યા. ઉંદરોને પહેલા દવા ન આપવામાં આવી પણ તે જ્યારે પૃથ્વી પર પાછા આવ્યા તે પછી શક્તિશાળી ઉંદરોને દવા આપી તો તેમણે પણ પાછી માંસપેશિઓ મેળવી લીધી.


જો કે મનુષ્યો માટે આ દવા બનાવવા પહેલા અનેક શોધ થશે પણ હવે ટીમનું લક્ષ્ય છે કે તે વધુમાં વધુ ઉંદરોને અંતરીક્ષમાં મોકલશે તસવીર- AP


શોધકર્તાનું કહેવું છે કે આમાં ખૂબ સમય લાગશે. પણ શરૂઆત આવી રીતે જ થશે. પહેલા ઉંદરો પર પછી માણસો પર. આ શોધમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ત્રણ અંતરીક્ષ યાત્રી, ક્રિસ્ટીના કોચ, જેસિકા મીર અને એન્ડ્રય મોર્ગને આ ઉંદરોની સાર સંભાળ રાખી અને તેમના નામની સાથે આ શોધમાં સહલેખકોના નામ પણ રજૂ કરવામાં આવ્યા છે. તસવીર- AP