

શિમલાઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના પાટનગર શિમલા (Shimla)માં રસ્તે રખડતાં કૂતરાંઓના (Dogs) આતંક બાદ હવે વાંદરા (Monekey)ના આતંકના કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. શિમલા શહેરમાં વાંદરાઓને આતંક પહેલાથી જ છે. અહીં રોજ વાંદરાઓના કરડવાના કારણે 8થી 10 લોકો હૉસ્પિટલ પહોંચી જાય છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી ઘટનાની તસવીરો (Shimla Monkey Attack Photos) માં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાંદરાનો આતંક એ હદે વધી ગયો છે કે લોકોને તેને જોઈને ભાગી જવું પડે છે.


તાજેતરનો મામલો એક તોફાની વાંદરાનો છે જેણે શિમલા (Shimla)ના ઐતિહાસિક રિજ મેદાન (Ridge Maidan) પર ઉછળકૂદ કરીને અનેક લોકોને પોતાના ટાર્ગેટ બનાવ્યા. સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે વાંદરા માણસો પર હુમલા નથી કરતાં, તેઓ માણસોની નજીક ભોજન મેળવવાની અપેક્ષાએ આવતા હોય છે. પરંતુ રિજ મેદાન પર થોડા સમય માટે આ વાંદરાના તોફોની કૃત્યોને કારણે અફરા-તફરી મચી ગઈ હતી.


રિજ મેદાનમાં વાંદરાએ આતંક ફેલાવાની ઘટના મંગળવારની છે. તોફાની વાંદરો ત્યાંથી પસાર થતા વ્યક્તિ પર ધસી પડે છે અને તે વ્યક્તિ પર કૂદીને ત્યાંથી ભાગી જાય છે. કોઈને કંઈ ખબર પડે તે પહેલા જ વાંદરો વીજળી વેગે ધસી પડે છે અને તોફાન મચાવીને ત્યાંથી ભાગી જાય છે. તેના આ તોફાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થયો છે.


વાંદરાએ પોતાના તોફાનનો શિકાર એક બાળકને બનાવ્યો. આશિયાનાની સામે એક બાળક કોઈની સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તો તે અચાનક તેની સામે ધસી ગયો.


બાળક કંઈ વિચારે તે પહેલા જ વાંદરો તેની ખૂબ નજીક આવી ગયો અને તેને જોશથી ધકકો મારી દીધો. આ દૃશ્ય જોઈને આસપાસમાં પસાર થતાં લોકોના ચહેરા ઉપર પણ વાંદરાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.


વાંદરાએ એટલો જોશથી ધક્કો માર્યા હતો કે બાળક રસ્તા પર નીચે ફસડાઈ પડ્યો. બાળકને ધક્કો મારીને વાંદરો લોકોની ભીડ ચીરીને ત્યાંથી ભાગી ગયો. બીજી તરફ લોકો નીચે ગબડી પડેલા બાળકને જોતાં જ રહી ગયા. મળતી માહિતી મુજબ બાળકને ઈજા થઈ હતી અને તેના પરિજન તેને ક્લિનિક સારવાર માટે લઈ ગયા હતા.