

પુણેઃ મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં ચોરીની એક અજીબોગરીબ (OMG story) ઘટના સામે આવી છે. અહીં સિલાઈ વર્લ્ડ નામના કપડાની દુકાનમાં સાતથી આઠ ચોરોએ ભેગા મળીને 200 કિલો વજની તિજોરી ચોરીને ( treasury weighing 200 kg) ભાગ્યા હતા. ત્યારબાદ દૂર લઈ જઈને શેરડીના ખેતરમાં ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ ખોલી શક્યા ન હતા.


આ વચ્ચે ખેતરનો માલિક આવી પહોંચતા તેને જોઈને બધા ચોર 200 કિલો વજનદાર તિજોરી ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. ખેતર માલિકે આ અંગેની જાણકારી પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસ હવે આ અંગે તપાસમાં લાગી છે.


ઉલ્લેખનીય છે કે આખી ઘટના ગુરુવારની છે. સાતથી આઠ ચોર મળીને ત્રણ વાગ્યે પુનાના કોથરુડ વિસ્તારમાં સિલાઈ વર્લ્ડ નામના કપડાના દુકાનમાંથી તિજોરીની ચોરી કરી હતી. ત્યારબાદ પુણે સોલાપુર રાજમાર્ગ ઉપર ભાંડગાવમાં શેરડીના ખેતરમાં તિજોરી ખોલવાની કોશિશ કરી હતી.


ત્યારબાદ શેરડીના ખેતરનો માલિક ગણેશ આવી પહોંચ્યો હતો. તેને જોઈને ચોર તિજોરી છોડીને ત્યાંથી ભાગી ગયા હતા. ગણેશ પારગેએ તરત જ તિજોરી અંગે પુણે ગ્રામીણ પોલીસને જાણ કરી હતી.


ત્યારબાદ પુણેના કોથરુડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તિજોરીના માલિકને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા. તિજોરી મળ્યા બાદ તેમાંથી 1.36 લાખ રૂપિયા મળ્યા હતા. આ મામલા અંગે પુણેના કોથરુડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. પોલીસ પ્રમાણે તિજોરી સાતથી આઠ અજ્ઞાત લોકોએ ચોરી કરી હતી.