

આપ સૌએ ચાર રસ્તા પર કે પછી પાર્કમાં નેતાઓની મૂર્તિ (Statue) તો ચોક્કસ જોઈ હશે પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે તમે રસ્તેથી પસાર થઈ રહ્યા છો અને ચાર રસ્તા પર કોઈ જાનવરની મૂર્તિ આપની નજરે પડે. આપને ભલે આ વાત થોડી અજબ-ગજબ જેવી લાગતી હોય પરંતુ તુર્કમેનિસ્તાન (Turkmenistan)ના શાસકે કંઈક આવું જ કર્યું છે. (તસવીર સૌજન્યઃ @b_nishanov)


તુર્કમેનિસ્તાનની સત્તા પર આરૂઢ ગુરબાંગુલી બેર્દયમુખમેદોવ (Kurbanguly Berdymukhamedov)એ પોતાના વ્હાલા કૂતરાની લગભગ 50 ફુટ ઊંચી મૂર્તિ બનાવડાવી છે અને તેને તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્યાબાત (Ashgabat)ના નવા વિસ્તારમાં સ્થાપિત કરી છે. (તસવીર સૌજન્યઃ @b_nishanov)


વર્ષ 2007થી તુર્કમેનિસ્તાનની સત્તા પર બેઠેલા ગુરબાંગુલી બેર્દયમુખમેદોવે (Kurbanguly Berdymukhamedov) બુધવારે અલબી પ્રજાતિ (Alabai breed)ના આ કૂતરાની વિશાળ મૂર્તિનું અનાવરણ કર્યું છે. આ મૂર્તિને ખાસ રીતે કાંસાથી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે ખરાબ નહીં થાય. (તસવીર સૌજન્યઃ @b_nishanov)


અલબી પ્રજાતિ (Alabai breed)ના આ કૂતરાની 50 ફુટ ઊંચી મૂર્તિ પર 24 કેરેટ સોનાની પરત ચઢાવવામાં આવી છે. આ મૂર્તિને તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્યાબાતમાં સ્થાપિત કરવામાં આવી છે. અહીં પર તુર્કમેનિસ્તાનના અધિકારીઓના રહેવા માટે નવો વિસ્તાર વસાવવામાં આવ્યો છે. (તસવીર સૌજન્યઃ @b_nishanov)