

ફિરોઝાબાદઃ ક્યારેક ક્યારેક માછલી પકડતા સમયે કાંટામાં માછલીની (Fish) જગ્યાએ કંઈ એવું ફસાઈ જાય જેના વિશે વિચારી કરીને પણ ડરી જવાય. વિચારો કે માછલી પકડવાના કાંટામાં મગર (Crocodile) ફસાઈ જાય તો શું થાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (uttar pradesh) ફિરોઝાબાદમાં (Firojhabad) સામે આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


આ ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની છે જ્યાં એક યુવક માછલી પકડવા માટે નદી પાસે ગયો હતો. તેણે નદીમાં માછલી પકડવાનો કાંટો નાંખ્યો હતો. જોકે, કાંટામાં માછલીની જગ્યાએ મોટો મગર ફસાયો હતો. જ્યારે તે દોરી ખેંચવા લાગ્યો ત્યારે તેને દોરી ભારે લાગવા લાગી હતી. અંતે તેને ખબર પડી હતી કે તેના કાંટામાં માછલી નહીં પરંતુ મગર ફસાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)


હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે જેવી જ આસપાસના લોકોને ખબર પડી કે કાંટામાં મગર ફસાયો છે. તો લોકોમાં હડકંપ મચી ગયો હતો. પહેલા તો લોકો તેને જોવા માટે ભેગા થયા હતા. અને પછી તેને જોઈને ડરી ગયા હતા. ત્યારબાદ લોકોએ તરત જ રેસ્ક્યૂ ટીમને બોલાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)


ઘટનાની જાણ થતાં જ વન્યજીવ અને ઉત્તર પ્રદેશ વન વિભાગના કર્મચારીઓની ટીમ ત્યાં પહોંચી હતી. ટીમને જાણવા મળ્યું કે મગર ઘાયલ હતો. જેના પગલે ટીમે તેનું મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કર્યું હતું. આ અંગેની જાણકારી ક્ષેત્રીય વન અધિકારીઓને આપી હતી. ઘાયલ મગરને આગરાના વાઈલ્ડ લાઈફ એસઓએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનો એક્સરે કરવામાં આવ્યો હતો. એક્સરેમાં તેના જડબામાં આશરે ત્રણ સેન્ટીમિટર લાંબો હુક ફસાયેલો જાણવા મળ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)