

કિર્તેશ પટેલ, સુરત: સુરતનાં (Surat) પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પ્રેરણા ડાઈગ એન્ડ પ્રીન્ટીગ મિલમાં (printing mill) રવિવારે રાતે આશરે 9.30ની આસપાસ અચાનક આગ (Fire) લાગી જતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા ફાયરની (fire brigade) 15 જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પોંહચીને આશરે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ભીષણ આગમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.


મળતી માહિતી પ્રમાણે, આગમાં એક કર્મચારીએ જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. હાલ તેને હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.


સુરતના પાંડેસરા વિસ્તારમાં GIDCમાં આવેલી પ્રેરણા ડાઇંગ અને પ્રિન્ટીગ મિલમાં અચાનક ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે આ મિલમાં કામ કરતા તમામ કર્મચારી મિલ બહાર દોડી ગયા હતા. આ આગ કેમ લાગી તે મિલમાં કામ કરતા કર્મચારી સમજે તે પહેલાં આગ બેકાબુ બની ગઈ હતી જોકે, આગ લાગતા મિલમાં દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગ બેકાબુ બનતા સમગ્ર વિસ્તાર અફડાતફડી માહોલ સર્જાયો હતો જોકે આગની જાનકારી મળતા 3 જેટલા ફાયર સ્ટેશનની 15 કરતા વધુ ફાયર ફાઇટર બનાવવાળી જગ્યા પર દોડી જઈને આગ પર કાબુ મેડવાનો પ્રયાસ શરૂ કરી નાંખ્યો હતો.


આગ એટલી વિકરાળ હતી કે, આગની જ્વાળા 3 કિલોમીટર દુરથી જોવા મળતી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે, મિલમાં જવનસીલ કેમિકલ અને કાપડનો મોટો જથ્થો હોવાને લઇને ફાયર વિભાગને આગ પર કાબુ મેળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.


આગ એટલી વિકરાળ હતી કે, આગ કાબુમાં કરવા વધુ ફાયર ફાઇટર મદદ લેવી પડે તેવી શકયતા દેખાઈ રહી હતી. જોકે આગ વધુ બે કાબુ બનેતો ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરે તેવી તૈયારી પણ ફાયર વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની કોઈ વિગત સામે નથી આવી. નોંધનીય છે કે, માર્ચ મહિનો આવતાની સાથે જ કાપડ મીલોમાં આગ લાગવાનાં બનાવોમાં વધારો થાય છે તેવો ગળગળાટ પણ લોકોમાં શરૂ થયો છે.