

નવી દિલ્હી: સ્વસ્થ શરીર અને સંપૂર્ણ આહાર માટે આપણે સૌથી વધુ ધ્યાન આપણા બે ટાઈમના જમાવા માટે નહીં. પરંતુ બ્રેકફાસ્ટ (Breakfast)માં આપવું જરૂરી હોય છે. આજકાલના ઝડપી જીવનમાં આપણે એક સૌથી સરળ વિકલ્પોને પકડવાનું વલણ રાખીએ છીએ, જેમકે કેળાં. કેળાના અનેક ફાયદા (Benefits of banana) જાણતા હોવાથી આપણે તેને જ પ્રથમ સ્થાન આપીએ છીએ. કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક છે. આ ફળની સામગ્રી હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરનો થાક ઘટાડે છે, બ્લડ પ્રેશર જાળવવા ઉપરાંત, હતાશા, કબજિયાત, હાર્ટબર્ન અને અલ્સરને ઘટાડવા અને શરીરને ઠંડક પ્રદાન કરવા માટે મદદરૂપ થાય છે. તેમાં આયર્નની માત્રા પણ વધુ છે, જે હિમોગ્લોબિનના ઉત્પાદનને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને એનિમિયા મટાડવામાં મદદ કરે છે. જોકે, કેળું ખાલી પેટ ખાવું તે હજી પણ ચર્ચાસ્પદ છે.અમુક તેના ફાયદા ગણાવે છે તો અમુક આડઅસરો.


કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્રોત છે, તેથી તે તમારા શરીરમાં વિવિધ પોષક તત્વોની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તે એનર્જી બૂસ્ટર છે અને ભૂખને ઘટાડે છે. દરરોજ એક કેળાનું સેવન તો ચોક્કસથી કરવું જોઈએ, તેમ મેક્રોબાયોટિક હેલ્થ કોચ(યુકે)ના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શિલ્પા અરોરાએ કહ્યું છે. તમારી રોજિંદી શુગર જરૂરિયાતના 25 ટકા માત્ર કેળાની મિઠાશથી જ મળી રહે છે અને શક્તિનો પણ સંચાર કરે છે. કેળામાં અન્ય પોષક તત્ત્વો જેવાકે આયર્ન, ટ્રિપ્ટોફન, વિટામિન બી 6 અને વિટામિન બી પણ શરીર માટે જરૂરી છે. પરંતુ શું કેળા ખરેખર એટલા જરૂરી છે, જેટલા વારંવાર કહેવામાં આવે છે? અનેક રીસર્ચ અનુસાર કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોવા છતાં ખાલી પેટમાં સેવન કરવા માટે આ એક સારો વિકલ્પ નથી. આવો જાણીએ તેની પાછળના કારણો કે કેમ ભૂખ્યા પેટે કેળાં ન ખવાય.


કેળામાં કુદરતી મીઠાશ હોય છે જે અમુક કલાકો પછી પાણીની ઉણપ શરીરમાં સર્જે છે. કેળા મૂળ રીતે એસિડિક છે તેથી જો ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તે આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે. બેંગ્લુરુ સ્થિત પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ ડૉ. અંજુ સૂદના જણાવ્યા અનુસાર, કેળા એસિડિક સ્વભાવના હોય છે અને તેમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે. તેઓ સવારે ઉઠતા સમયે એટલેકે બ્રેકફાસ્ટમાં જરૂરી છે, પરંતુ ખાલી પેટે તેને આરોગવા નહીં. મેગ્નેશિયમની વધુ પડતી માત્રા લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ વચ્ચે અસંતુલન સર્જી શકે છે, જે રક્તવાહિની તંત્ર પર વિપરીત અસર કરે છે.


આયુર્વેદ શું કહે છે? : આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટમાં ફળોનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદ નિષ્ણાત ડો.બી.એન. સિંહા સમજાવે છે, અમારી દ્રષ્ટિએ ફક્ત કેળા જ નહીં પણ તમામ ફળોને સવારના ભૂખ્યા પેટે ટાળવા જોઈએ. આજકાલ કુદરતી ફળ મળવા મુશ્કેલ છે. આપણે જે ખરીદીએ છીએ તે કૃત્રિમ રીતે ઉગાડવામાં આવે છે અને તેને સવારે ન આરોગવા જોઈએ. તેમાં રહેલ રસાયણો આપણને નુકસાનકારક હોય છે. જોકે સવારના સમયે કે ગમે તે સમયે ફળોને અન્ય ખોરાક સાથે મિશ્રિત કરીને બ્રેકફાસ્ટ કે ભરપુર નાસ્તામાં લેવાથી તમામ પોષક તત્વો બેલેન્સિંગ માત્રામાં મળે છે.


તો શું કરવું અને શું ન કરવું? : સવારે કેળાનું સેવન ગ્રાહ્ય છે પણ તેને અન્ય ખાદ્ય પદાર્થો સાથે જ આરોગવું. તંદુરસ્ત રહેવા વિવિધ ઘટકો મિશ્રણ કરીને અને મેચ કરીને તમારા નાસ્તાની યોજના કરવી જોઈએ. આમ કરવાથી તમે સ્વાસ્થ્ય શરીર મેળવી શકશો, અન્ય કોઈ શારીરિક-આંતરિક સમસ્યા ટાળી શકશો અને સારી સ્વસ્થ સવારની શરૂઆત શરૂ કરી શકશો. ચોક્કસથી નોંધવું કે કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા લોકોને તો કેટલાક અન્ય ફળ / ઓટમીલ સાથે કેળાનું સેવન ઉત્તમ પરિણામ આપશે.


કેળાં સાથે તમારા બ્રેકફાસ્ટને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવો: કેળા ઓટમીલ કૂકીઝ (Banana Oatmeal Cookies)- આ વિકલ્પ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ છે જે તમારા શરીરને રિફ્યુઅલ કરવામાં મદદ કરશે. એક કપ ઓટ્સ, કેળા, કાચી બદામ અને મેપલ સીરપ તમને એક આહલાદક નાસ્તો આપશે.


બેરી બનાના અનાજ(Berry Banana Cereal)- આ કેળા સાથે બનતો સૌથી ઝડપી નાસ્તો છે જે તમે વધારે કંઇ કર્યા વગર જ તૈયાર કરી શકો છો. બેરીઝ અને કેળાંના ટુકડાને દૂધ સાથે લેવાથી યોગ્ય સ્વાદ અને શક્તિ મળશે.


ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie) - સવારમાં નાસ્તાની વાત કરવામાં આવે ત્યારે Smoothies શ્રેષ્ઠ વિકલ્પ છે. રોજબરોજના રૂટીન તોડો અને તેના બદલે Smoothies બનાવવાનો પ્રયાસ કરો. કેળા, અખરોટનું દૂધ અને કોકો પાવડરનો મિશ્રણ સુપર્બ લાગશે. સરળ અને ક્રીમી આ ડિશ ફક્ત સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જ નહિ બનાવે પણ તમારા જીભનો ચસ્કો પણ બની જશે.