અમદાવાદઃ પ્રેમ પ્રકરણમાં ખેલાયું 'ધિંગાણું', ભરવાડ યુવકોએ યુવતીના 'પરિવાર' ઉપર ફાયરિંગ, તલવાર વડે કર્યો હુમલો
ફરિયાદીના ભાઈની દીકરી અડાસર ગામના ભરવાડ સમાજના યુવક સાથે પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હતી. જેની અદાવત રાખી ફરિયાદી અને તેના પરિવારજનોએ યુવકના પરિવારો પર હુમલો કર્યો હતો.


ઋત્વિજ સોની, અમદાવાદઃ પ્રેમ સંબંધમાં (love story) ભાગી ભાગી ગયેલા યુવક યુવતીના પરિવાર (family fighting) વચ્ચે છેલ્લા 20 દિવસથી તકરાર ચાલી રહી છે. જે તકરારે ગઈકાલે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. એક જ સમાજના બે જૂથો (Group clash) વચ્ચે થયેલી તકરારમાં એક રાઉન્ડ ફાયરિંગ (firing) કરી, બે યુવકો પર તલવાર (Sword attack) વડે હુમલો કરવામાં આવ્યો. જે અંગે વટવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


અમદાવાદ શહેરના વટવા રીંગરોડ પાસે આવેલા ગામડી ગામ ચાર રસ્તા નજીક ગત મોડી સાંજે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેનો પરિચિત અને ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરજ બજાવતો પોલીસ કર્મી નવઘણ ભરવાડ હતો. નવઘણની સાથે આવેલા અન્ય પાંચ યુવકોએ ફરિયાદીની સાથે રહેલા બે ભાઈઓ પર પર તલવાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડયું છે. જે અંગે વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને હથિયાર ધારાની કલમ કલમ હેઠળ ગુનો નોંધી છ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે


બનાવની વિગતવાર વાત કરીએ તો વીસેક દિવસ પહેલા આ બનાવના ફરિયાદીના ભાઈની દીકરી અડાસર ગામના ભરવાડ સમાજના યુવક સાથે પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હતી. જેની અદાવત રાખી ફરિયાદી અને તેના પરિવારજનોએ યુવકના પરિવારો પર હુમલો કર્યો હતો. જે અંગેની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધાઈ હતી હતી.


જે હુમલાનો બદલો લેવા ગત મોડીરાત્રે નવઘણ ભરવાડ રમેશ ભરવાડ, અક્ષય ભરવાડ, મોન્ટુ ભરવાડ તથા અન્ય બે ઈસમોએ ફરિયાદી અને તેના બે પરિચિત ભાઈઓ પર હુમલો પર હુમલો કર્યો હતો. ત્યાંથી ભાગવા જતાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું કરવામાં આવ્યું હતું. જે ગોળી ફરિયાદીને કમરના ભાગે વાગી હતી. જે અંગે ફરાર આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.