અમદાવાદી મોડલ Deepika Padukone સાથે ચમકી Levisની એડમાં, જુઓ PHOTOS
હાલમાં જ Levisની નવી એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થઇ છે. જેનાં ફોટોઝ અને વીડિયો દીપિકા પાદુકોણે (Deepika Padukone) ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં એક મોડલ નજર આવે છે તે અમદાવાદી છે. તેનું નામ રોઝલીન રાજ (Roselynn Raj) છે.


અમદાવાદી મોડલ રોઝલીન રાજ (Roselynn Raj) હાલમાં જ દીપિકા પાદુકોણની સાથે (Deepika Padukone)ની સાથે લિવાઇઝ (Levis)ની એડવર્ટાઝઇમેન્ટમાં ચમકી છે. લિવાઇઝની એડવર્ટાઇમેન્ટનો નવો વીડિયો અને તસવીરો ખુદ દીપિકા પાદુકોણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. જેમાં અમદાવાદી મોડલ રોઝલીન જોવા મળી રહી છે. (PHOTO: Roselynn Raj/ Instagram)


આ એડમાં કામ કરવાં અંગે રોઝલીને જણાવ્યું કે, તેને અચાનક જ ફોન આવ્યો હતો કે તેને લિવાઇઝનાં ફોટોશૂટ ઓડિશન માટે બોલાવવામાં આવી છે. આ સમયે તે અમદાવાદમાં જ હતી. અને તે ફ્લાઇટથી મુંબઇ પહોંચી તેને સવારે 10 વાગ્યે ત્યાં હાજર થવાનું હતું. આ ઓડિશનમાં સિલેક્ટ થયા બાદ તેને ફરી એક ફાઇનલ ફોટોશૂટ માટે બોલાવવામાં આવી. આ ફોટોશૂટ સમયે રોઝલીને ખબર ન હતી કે દીપિકા પાદુકોણ પણ તેની સાથે એડમાં હશે. ત્યાં ફોટોશૂટ સમયે પહોચ્યા બાદ તેને માલૂમ થયું કે તેણે દીપિકા સાથે આ ફોટોશૂટમાં કામ કરવાનું છે. એટલું જ નહીં આ ફોટોશૂટ માટે રોઝલીન ખુબજ એક્સાઇટેડ હતી કારણ કે આ તેનું પહેલું ઇન્ટરનેશનલ ફોટોશૂટ હતું (PHOTO: Roselynn Raj/ Instagram)


રોઝલીનનું કહેવું છે કે, તે આ સમયે પોતાની ખુશી જાહેર નહોતી કરી શકી.. તે તેનાં ચહેરા પર સામાન્ય હોવાનો દેખાવ કરતી હતી પણ અંદરથી તેને ખુબજ ગભરામણ અને ખુશી થતી હતી કે તે દીપિકા પાદુકોણની સાથે કામ કરી રહી છે. (PHOTO: Roselynn Raj/ Instagram)


તે જ્યારે મેકઅપ રૂમમાંથી બહાર નીકળી અને તેણે દીપિકાને પહેલી વખત પોતાની સામે જોઇ તો તેની ખુશીનો પાર ન હતો. તે પોતે સામેથી તેની સાથે વાત કરવાં જાય તે પહેલાંજ દીપિકાએ તેની સાથે વાત કરી અને તેની સાથે બોલાવી હતી. મુંબઇમાં આ સમયે ખુબજ ગરમી પડે છે. અને દીપિકા જ્યાં હતી ત્યાં પંખા હતાં તેથી તેણે મોડલ્સને પણ તેની સાથે પંખામાં બેસવાં કહ્યું. (PHOTO: Roselynn Raj/ Instagram)


રોઝલીન કહે છે, આમ તો મોટાભાગે સ્ટાર્સ મોડલ્સને તેમની સાથે નથી બોલાવતા તેઓ તેમની વેનિટીમાં જ રહે છે પણ દીપિકા ઘણી જ ડાઉન ટૂ અર્થ રહીં તે આ સમયે મોડલ્સની સાથે જ હતી અને ખુબજ સહજ રીતે તેમણે સાથે કામ કર્યુ હતું. (PHOTO: Roselynn Raj/ Instagram)