નશીલો પદાર્થ ખવડાવીને મહિલા સાથે દુષ્કર્મ, અશ્લીલ વીડિયો બનાવીને 2 વર્ષ સુધી કરી બ્લેકમેઈલ
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે બે વર્ષ પહેલા ગુરજીત સિંહે નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અવસ્થામાં તેણે અશ્લિલ વીડિયો પણ બનાવી લીધો હતો.


ફતેહાબાદઃ હરિયાણાના (Haryana) ફતેહાબાદમાં મહિલાને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ (raped with woman) કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. બે આરોપીએ મહિલાનો અશ્લિલ વીડિયો (video) બનાવીને છેલ્લા 2 વર્ષ સુધી સતત બ્લેકમેઈલ (Blackmail) કરી દુષ્કર્મ આચરતા હતા. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે (police complaint) બે લોકો સામે ફરિયાદ અને મારપીટનો કેસ નોંધ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


પીડિતાની ફરિયાદના આધારે ફતેહાબાદની જાખલ વિસ્તારના નાઝર સિંહ અને રતિયા વિસ્તારના ગુરજીત સિંહ ઉપર દુષ્કર્મ આચરવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે બે વર્ષ પહેલા ગુરજીત સિંહે નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


આ અવસ્થામાં તેણે અશ્લિલ વીડિયો પણ બનાવી લીધો હતો. આ વીડિયોના આધાર ઉપર બે વર્ષ સુધી ગુરજીત સિંહ અને નાજિર સિંહ તેનું શોષણ કરતા રહ્યા હતા. વીડિયોના આધારે તેની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


પીડિતાએ ફતેહાબાદના રતિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને બંને આરોપીઓ સામે 376 (2), 450, 384 અને 34 અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)