સુરતઃ રાજુ મુંજાણી ઝડપાયો, ગાડીમાં ચોર ખાનું બનાવી કરતો હતો વિદેશી દારુનું વેચાણ, ત્રણ સાગરીતો વોન્ટેડ જાહેર
ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1390 બાટલીઓ વગર પરમીટની મળી આવી હતી. અને તેના ત્રણ સાગરીતો શૈલેષ ઉર્ફે બાલો રાદડિયા,હર્ષદ વિરાણી તેમજ પીયુષ કુંભાણીને વોન્ટેડ જાહેર કર્યા હતા.


ક્રિતેષ પટેલ, સુરતઃ સુરતના (surat) પુણા ખાતે આવેલા રેશ્મા રો હાઉસ પાસે ઇન્ટરનેશનલ ફેશન માર્કેટ (International fashion market) નામની કાપડની દુકાન ચલાવતો વેપારી પોતાની પાયે રહેલી ગાડીમાં ચોર ખાણું બનાવી વેચાણ માટે લાવેલા દારૂના (liqour) મોટા જથ્થ સાથે પોલીસે તેને ઝડપી પડવામાં સફળતા મળી હતી. પોલીસે એક આરોપી સહિત મુદામાંલ પોલીસે કબજે કર્યા હતા જ્યારે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.


ગાંધીના ગજરાતમાં આમતો દારૂ બાંધી છે અને આ દારૂ બાંધી અમલ કરવું માટે પોલીસ સતત દારૂ લઈને આવતા બુટલેગરોને પકડી પડતી હોય છે. ત્યારે પોલીસ ટી બચવા બુટલેગર આવ નવી. તરકીબથી શહેરમાં દારૂ લઈને આવ્યા આબાદ પોલીસ નજરથી છુપાવીને દારૂનો માલ રાખતા હોય છે.


ત્યારે ગાંધીના ગુજરાતમા દારૂ બંધીના લીરેલીરા ઉડયા હોય તેમ સુરતના પુણા વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફના હોય તે રીતે કપડાની દુકાનમાં વિદેશી દારૂ મોટો જથ્થો ઝડપી પડાયો હતો. પુણાના રો હાઉસ પાસેના ઈન્ટરનેશનલ ફેશન માર્કેટમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.


જોકે આ દુકાનમાં મલિક દ્વારા ગાડીમાં ચોર ખાણું બનાવી દારૂ વેચાણ માટે લેવામાં આવતું હતું. જોકે આ દારૂ વેચાણની માહિતી પોલીસને મળતા પોલીસે આ વેપારીને ત્યાં રોડ પાડીને ગાડીના ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1390 બાટલીઓ વગર પરમીટની મળી આવી હતી.


જેની કિંમત 1,16,580 મત્તાનો દારૂ મળી આવ્યો હતો. જેમાં ત્રણ ફોર વ્હિલ મોબાઈલ સહિતનો કુલ મુદ્દા માલ મળી 6,74,580 પોલીસે જપ્ત કર્યા હતા. સાથે રાજેશ ઉર્ફે રાજુ હરેશ મુંજાણીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.