

કિર્તેશ પટેલ, સુરતઃ શહેરના દરેક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનવો બની રહ્યા છે. એવામાં તસ્કરો જાણે ઠંડા કલેજે ચોરીઓના ગુનાઓને અંજામ આપી રહ્યા હોઈ તેવું પણ શહેરમાં થતી રોજ બરોજની ચોરીની ઘટનાઓને જોઈને લાગી રહ્યું છે. શહેરના લાલગેટ પોલીસ (lalgate police station) હદ વિસ્તારમાં બનેલ ઘટનાને જોઈને લાગી રહ્યું છે. તસ્કરોએ (thief) લાલગેટ વિસ્તારમાં આવેલ એક ડ્રાયફ્રૂટના (Dried fruit theft) ગોડાઉનના તાળા તોડી લખો રૂપિયાનો માલ ચોરીને રફુચક્કર થતા ગોડાઉનમાં (Godown) લાગેલ સી.સી.ટીવીમાં (CCTV) કેદ થયા હતા. બનાવ સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શહેરમાં હવે મકાનો- દુકાનોની સાથે ગોડાઉન પણ સેફ રહ્યા નથી. શહેરમાં 31 લાખ કરતા વધુનું ડ્રાયફ્રૂટ ચોરીની ઘટના આવી છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. અડાજણ ખાતે રહેતા મહેશ કુમાર બામણીયાએ પોલીસ ફરિયાદ કરી હતી કે, તેઓ શુક્રવારે રાત્રે હરિ પુરા કાંસકીવાડ ખાતે આવેલ તેમના ડ્રાયફ્રૂટના ગોડાઉનને તાળા મારી ઘરે ગયા હતા.


તે દરમ્યાન રાત્રિના સમયે બે તસ્કરો તેમના ગોડાઉનમાં ત્રાટક્યા હતા અને ગોડાઉનમાં મુકેલ અલગ-અલગ કિંમતનો ડ્રાયફ્રૂટનો સમાનના કોથળા અને કુલ્લે 317 નંગ કાર્ટૂન ચોરીને નાસી ગયા હતા.


ઘટના અંતર્ગત ગોડાઉનના મલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણવ્યું હતું કે કુલ્લે 31 લાખ 79 હજાર 645 રૂપિયાનો માલ ચોરી કરીને નાસી ગયા હતા.ગોડાઉન માલિકને મહેશ ભાઈને સમગ્ર મામલે જાણ કરતા તેઓએ આ અંતર્ગત બે અજણ્યા ઇસમો વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. અને ગોડાઉન નજીક લાગેલ સી.સી.ટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અવાર-નવાર ઘરફોડ ચોરીઓના બનવોમાં વધારો થઈ રહ્યો છે. એવમાં તસ્કરો જાણે ચરીની ઘટનાઓ ને અંજામ આપીને પોલીસ તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોઈ તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે.