

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (30-11-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 266 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ફરી વધારો થઈ રહ્યો છે. સુરતમાં 212 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી નોંધાયા છે. જયારે આજે 2 દર્દીના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 1061 પર પહોંચ્યો છે, તેવામાં આજે 224 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.


લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 266 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 212 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 32,158 થઈ ગઈ છે. જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 54 કેસ સાથે દર્દી સંખ્યા 11497 પર પહોંચી છે.


કુલ દર્દીની સંખ્યા 43655 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીનું કોરોનાને લઇને મોત થયું છે. મૃત્યુઆંક 1061 થયો છે. જેમાંથી 281 મૃત્યુ જિલ્લાના છે અને 780 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 181 જ્યારે જિલ્લામાં આજે 43 દર્દીને રજા આપતા, કુલ 224 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 40,661 થઈ છે, જેમાંથી 30014 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 10,647દર્દી છે. પ્રતિકાત્મક તસવીર


શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 26 , વરાછા એ ઝોનમાં 18. વરાછા બી 21, રાંદેર ઝોનમાં 37, કતારગામ ઝોનમાં 32, લીબાયત ઝોનમાં 21, ઉધના ઝોનમાં 21 અને અથવા ઝોનમાં 38 કેસ નોંધાયા. આમ કુલ 212 કેસ શહેરમાં નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ અઠવામાં નોંધાયા છે.