

કેતન પટેલ, બારડોલી: આજે રવિવારે રાજ્યમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી (Local Body Polls) યોજાઇ રહી છે. ત્યારે સવારથી જ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોનો (voters) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે મતદાન કરવામાં સામાન્ય જનતાની સાથે વર-વધૂ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યાં હોય તેમ મતદાન કરી રહ્યાં છે. ત્યારે સુરતના (Surat) કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બોરડોલીની (Bardoli) બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી.


આ બહેનો પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવી હતી. અને મતદાન કરીને ઘણી જ ખુશ લાગી રહી હતી. તેમને સજીધજીને મતદાન કરતા જોઇને આસપાસના લોકોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ છવાયો હતો


બારડોલી નગર ની 36 બેઠકો માટે 50 હજાર થી વધુ મતદારો મતદાન કરનાર છે. જ્યારે તાલુકા ની વાત કરી એ તો 22 બેઠકો પેકી બેઠક બિન હરીફ થતા 21 બેઠક ના 134 બુથ ઉપર મતદાન થવાનું છે. 274 જેટલા ઇ વી એમ પણ રાખવામાં આવ્યા છે.


મહત્ત્વનું છે કે, બારડોલી નગરની 36 બેઠકો માટે 50 હજારથી વધુ મતદારો મતદાન કરવાના છે. જ્યારે તાલુકાની વાત કરી એ તો 22 બેઠકો પૈકી બેઠક બિન હરીફ થતા 21 બેઠકના 134 બુથ ઉપર મતદાન થવાનું છે. 274 જેટલા ઇવીએમ પણ રાખવામાં આવ્યા છે.બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે 49 બુથ છે. જેમાં 81 જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે