

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે જેને ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી અને ચેકિંગ કરવામાં આવ્યું છે તેવામાં આજે સુરતની જહાંગીરપુરા પોલીસે લોડેડ પિસ્ટમ લાથે બે ઉત્તર પ્રદેશ વાસીઓને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી મેગઝિન અને કાર્ટીઝ મળી આવ્યા છે. જોકે, આ શખ્સો ક્યા ગુનામાં આ પિસ્ટલનો ઉપયોગ કરવાના હતા તે વાત કોયડો બની ગઈ છે પરંતુ તેમણે પોલીસને ખુલાસો આપતા હથિયારો રાખવાનું કારણ જણાવ્યું છે.


જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસેથી પોલીસે દેશી બનાવટની લોડેડ પીસ્ટલ સાથે બે યુપીવાસીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે 9 કાર્ટીઝથી લોડેડ પિસ્ટલ અને એક મેગઝિન પણ કબ્જે લીધું હતું.અને આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.


સુરત માંસતત ગુણા ખોરી વધીર અહીં છે ત્યારે ગુનામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા સાથે કોઈ ઈસમ ગુણ ખોરી કરવાની ફિરાકમાં ફરતો હોય તેવા ઈસમોને શોધી કડવા માટે સુરત પોલીસ સતત મહેનત કરી રહી છે ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસે વોચ ગોઠવી શુભમસીંગ રામસીંગ રાજપુત અને શુશીલકુમાર અરૂણકુમાર મિશ્રાને ઝડપી પાડ્યા છે.


તેમની પાસેથી 9 કાર્ટીઝથી લોડેડ દેશી બનાવટની લોડેડ પિસ્ટલ અને એક મેગઝિન કે જેમાં 6 નંગ જીવતા કાર્ટીઝ હતા તે મળી કુલ રૂા. 26,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બંનેની હાથ ધરેલી પુછપરછમાં પોતાના શોખ માટે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ યુપીના પ્રતાપગઢ ખાતેથી રૂ. 28,000માં ખરીદયાની કબૂલાત કરી હતી. મુંબઇમાં છુટક કામકાજ કરતા બંને બે દિવસ અગાઉ જ કામધંધાની શોધમાં સુરત આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાય ગયા હતા