

કિર્તેશ પટેલ, સુરત: મારે મરી જ જવું છે મારો પતિ મારી પાસે ખરાબ કામ કરાવે છે તેવું કહી રસ્તા પર બેસી મહિલાએ હોબાળો મચાવ્યો હતો. સુરત અઠવા ગેટ રોડ પાસે આ ઘટના બની હતી બીજી તરફ બનાવની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને પોતાની સાથે પોલીસ મથકે લઇ ગયી હતી.


સુરતમાં એક મહિલાએ રોડ પર બેસી હોબાળો મચાવી દીધો હતો સુરત ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર કામરેજ રહેતી પરિણીતાએ હોબાળો મચાવ્યો હોય છે. પરિણીતાએ સાસરિયાં સામે બેફામ આક્ષેપ કરતાં રસ્તા પર બેસી જાય છે. ટ્રાફિક હોવા છતાં મહિલા રસ્તા પર બેસી જતાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો કરવામાં આવે છે.


જોકે, મહિલા સતત રાડા રાડ કરીને પોલીસ અને સાસરિયાં તથા પતિ સામે બેફામ આક્ષેપ કરવાની સાથે મરી જવું છે તેવા લવારા કરતી હોય છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે. ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મહિલાને સાથે લઈ જઈને કામરેજ મૂકી આવવાની તજવીજ હાથ ધરી હોવાનું કહ્યું છે.


મહિલાએ સાસરિયાં પર ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. બધા જ કાગળ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી જેથી મારે મરી જવું. જો કે, ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા બાદ પણ મહિલાએ રાડા રાડ ચાલુ રાખી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જોકે મહિલાની આ રીતના તમસને લઇને લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા