

કેતન પટેલ, સુરત : પલસાણા ખાતે આવેલ અંત્રોલી ગામની સીમમાં ચલથાન ગામના રહીશનો ઘાતકી હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ આદરી છે. આમ સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં પણ ખૂની ખેલ ખેલાતા પોલીસ તંત્ર દોડતું થયું છે. એક આશાસ્પદ યુવાનની કરપીણ હત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


આ બનાવની વિગત એવી છે કે પલસાણા તાલુકા માં એક યુવાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર માહિતી એ પ્રકારની છે કે પલસાણા તાલુકા ના અંત્રોલી ગામની હદમાં આવેલ વાંકાનેડા ગામની નહેરની બાજુમાં વહેલી સવારે એક યુવાનની ગળું કાપી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જેથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.


ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થલે પહોંચી ગયો હતો તેમજ ત્યારે પોલીસે ઘટનાની સમગ્ર તપાસ આદરતા યુવાનની ઓળખ થવા પામી હતી યુવાન પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ લક્ષ્મીનગરનો રહેવાસી રણજિત રાજપુત હોવાનું બહાર આવ્યું હતું.


પોલીસે મૃતકના રહેણાંક વિસ્તારમાં તપાસ આદરતા યુવાન ગતરોજ રાત્રીના 9 વાગ્યાના સમય ગાળા દરમિયાન ઘરેથી હમણાં આવું છું કહીને નીકળી ગયો હતો ત્યાર બાદ યુવાન ઘરે નહીં આવતા પરિવારે તેની શોધખોળ કરી હતી આખી રાત યુવાન નહિ મળી આવતા ફરીથી સવારે શોધખોળ કરતા યુવાનનો ખેતરાડી વાળા રસ્તા ઉપરથી મૃતહાલતમાં મળી આવ્યો હતો.