હોમ » amit shah

૨૦૧૯ ની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને એલ.કે.અડવાણીના ૪.૮૩ લાખ મતોના રેકોર્ડને તોડીને 5 લાખથી પણ વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી.
કોણ છે અમિત શાહ? :
શ્રી અમિત શાહ, જેમને આધુનિક રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે. એમનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬4 ના રોજ શ્રીમતી કુસુમબેન અને શ્રી અનિલચંદ્ર શાહના સમૃદ્ધ પરિવારમાં મુંબઈ ખાતે થયો હતો. ૧૬ વર્ષની ઉંમર સુધી તેઓ ગુજરાતના માણસા ગામમાં રહ્યા અને ત્યાં જ તેમનું શિક્ષણ મેળવ્યું. શાળાનો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયો. અમદાવાદની સી.યુ.શાહ સાયન્સ કોલેજમાંથી તેઓ બાયો કેમિસ્ટ્રીમાં સ્નાતક થયા. ૧૯૮૭ માં અમિત શાહના લગ્ન શ્રીમતી સોનલબેન શાહ સાથે થયા. તેમનો એક પુત્ર છે જેનું નામ જય શાહ છે.અમિત શાહનું RSS સાથે જોડાણ :
અમિત શાહ બાળપણમાં મહાન રાષ્ટ્રવાદીઓના જીવન ચરિત્રથી પ્રેરણા લઈને તેમણે માતૃભૂમિની સેવા કરવાનું અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનું સ્વપ્નું જોયું હતું. તેથી જ 1980 માં ૧૬ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ RSS માં જોડાયા અને સંઘના સ્વયંસેવક બન્યા. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર બન્યા અને સક્રિય પણે સંસ્થાકીય પ્રવૃતિઓમાં ભાગ પણ લીધો. ૧૯૮૨ માં તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના ગુજરાત એકમના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા. તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં ચાર વર્ષથી વધુ સમય કાર્ય કર્યું.અમિત શાહની બીજેપી (BJP) સાથેની રાજકીય યાત્રા :
૧૯૮૭ માં અમિત શાહ ભારતીય જનતા પાર્ટી (BJP) ની સ્ટુડન્ટ વિંગ “ભારતીય જનતા યુવા મોરચા (BJYM)” માં જોડાયા અને અહીંથી તેમની રાજકીય કારકિર્દી શરૂવાત થઈ. ૧૯૮૯ માં તેમને અમદાવાદ શહેર ભાજપના સચિવ બનાવવામાં આવ્યા. તેમણે શ્રી રામ જન્મ ભૂમિ આંદોલન અને એકતા યાત્રાના પ્રચારની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી. આ દરમિયન તેઓ શ્રી લાલ કૃષ્ણ અડવાણી સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહ્યા. ૧૯૯૫ માં તેઓ ગુજરાતના રાજય નાણા નિગમના અધ્યક્ષ બન્યા અને તેમની અધ્યક્ષતામાં કોર્પોરેશનમાં પ્રથમ વખત લીઝ પરચેઝ પદ્ધતિ, કાર્યકારી મૂડી લોન અને ટ્રક લોનની રજૂઆત કરવામાં આવી હતીં, અમિત શાહને પહેલીવાર ૧૯૯૭ માં ભાજપના ઉમેદવાર તરીકે સરખેજ વિધાનસભા બેઠક પરથી નામાંકિત કરવામાં આવ્યા અને તેઓએ ભારે મતોથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૦૦ માં માત્ર 36 વર્ષની ઉંમરે અમિત શાહ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના યુવા ચેરમેન બન્યા અને પ્રથમ વખત ૨૦૦૨ માં મંત્રી તરીકે શપથ લીધી. ૨૦૦૬ માં તેઓ ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા, ત્યારબાદ ૨૦૦૯ માં અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્ય ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહને બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને 80 સાસંદો ધરાવતા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપે ૮૦ માંથી ૭૩ લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. ૨૦૧૪ ની ચૂંટણીમાં બીજેપીની ભારે બહુમતીથી જીતી થઈ અને દેશમાં ભાજપની સરકાર આવી. શ્રી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા અને જુલાઈ ૨૦૧૪ માં તેઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. માત્ર 49 વર્ષની ઉમરે અમિત શાહ પાર્ટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. ૨૦૧૯ ની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને એલ.કે.અડવાણીના ૪.૮૩ લાખ મતોના રેકોર્ડને તોડીને 5 લાખથી પણ વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી. ૩૦ મે ૨૦૧૯ એ મોદી સરકારમાં તેઓ એ કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home Minister) તરીકે શપથ લીધી હતી અને 17 જૂન ૨૦૧૯ ના રોજ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી. ૨૦૨૧ માં તેઓએ સહકાર મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો. અમિત શાહ ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી છે.અમિત શાહની રાજકીય ક્ષેત્રે ઉપલબ્ધિઓ :
- (૧૯૯૭-૨૦૧૭) સતત પાંચ વખત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રહ્યા.
- સતત ચાર વખત સરખેજ વિધાનસભા બેઠક પરથી અને ૨૦૧૨ માં નારણપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા.
- ૨૦૦૨ ની વિધાનસભા ચૂંટણીમાં ૧,૫૮,૦૩૬ મતના રેકોર્ડ માર્જિન સાથે જીતીને ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ઈતિહાસ રચ્યો.
- ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ૫,૫૭,૦૧૪ મતોના જંગી માર્જિન સાથે ઐતિહાસિક જીત મેળવી.
Amit Shah - All Results