શું તંત્ર કઈં છૂપાવે છે? લોકો ગુમરાહ થાય તે રીતે શા માટે AMC કોરોનાના આંકડા જાહેર કરે છે


Updated: April 25, 2020, 3:37 PM IST
શું તંત્ર કઈં છૂપાવે છે? લોકો ગુમરાહ થાય તે રીતે શા માટે AMC કોરોનાના આંકડા જાહેર કરે છે
પ્રજાને ગુમરાહ કરવા માટે કોરોનાના આંકડા છેલ્લાં 24 કલાકથી જાહેર નથી કરાતા. 24 કલાકમાં નોંધાયેલાં કેસોની વિગત જાહેર કરવા તંત્ર અસમર્થ છે

પ્રજાને ગુમરાહ કરવા માટે કોરોનાના આંકડા છેલ્લાં 24 કલાકથી જાહેર નથી કરાતા. 24 કલાકમાં નોંધાયેલાં કેસોની વિગત જાહેર કરવા તંત્ર અસમર્થ છે

  • Share this:
અમદાવાદમાં પોઝિટીવ કેસની સંખ્યા વધતાં અચાનક ટેસ્ટીંગ ઓછું થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આવામાં હવે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનાં કમિશ્નર  પણ પત્રકાર પરિષદનું નામ આપીને ડિજીટલ માધ્યમથી લોકોને અપીલ કરે છે, પરંતુ પત્રકારો દ્રારા પુછાયેલાં સવાલોનાં જવાબ આપી નથી શકતા. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ કઈંક છૂપાવતી હોય તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્રજાને ગુમરાહ કરવા માટે કોરોનાના આંકડા છેલ્લાં 24 કલાકથી જાહેર નથી કરાતા. 24 કલાકમાં નોંધાયેલાં કેસોની વિગત જાહેર કરવા તંત્ર અસમર્થ છે અથવા તો તંત્ર હવે પ્રજાને ગુમરાહ કરવા માટે આંકડા જાહેર નથી કરતું.

21 એપ્રિલ સુધી આ રીતે જાહેર કરતા આંકડા

માર્ચ અને એપ્રિલ મહિનામાં પહેલાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સવારે 10.30 વાગે આંકડાકીય માહિતી આપતા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુ. કમિશનર ફેસબુક ટિવટર અને યુ ટયુબથી પ્રેસ કોન્ફરન્સ યોજતા.. આ અંગે કોર્પોરેશનનાં અધિકારીઓ પાસે સવાલ આપવાની વિગત પણ જાહેર કરવામાં આવતી, પરંતુ અત્યાર સુધી એક પણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોનાં જવાબ કમિશનર નથી આપતા. કમિશનર દ્રારા માત્રને માત્ર ડીજીટલ માધ્યમથી વાહવાહી લૂંટવામાં આવી રહી છે. માહિતી ન મળતી હોવાથી હવે લોકો કમિશનરની લાઈવ પ્રેસ કોન્ફરકન્સ જોવાનું ટાળી રહ્યા છે.

સરકારે બદલેલી રણનીતિને પગલે લોકો સુધી માહિતી પહોંચવામાં વિલંબ

24-04-2020ના રોજ સાંજે 7.30 કલાકે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પત્રકાર પરિષદ દ્વારા છેલ્લા 24 કલાકમાં એટલે કે એ જ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયેલા કુલ આંકડાઓ રજૂ કરે છે. હવે આ આંકડાઓમાં જે તે શહેરમાં નોંધાયેલા કેસો પણ હોય છે. જેથી અમદાવાદમાં આ આંકડાની વિગતો બીજા દિવસે એટલે કે 25-04-2020ના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાહેર કરવામાં આવે છે.

હવે આ વિગત જેવી જાહેર થાય કે પ્રજા પાસે હજુ પહોંચી ન પહોંચે ત્યાં સુધીમાં સાંજના 7.30 થઇ જાય અને એ દિવસના 24 કલાકના આંકડાઓ રજૂ કરવામાં આવે. એટલે પ્રજા પાસે પહોંચેલી માહિતી આગળના દિવસની હોય પરંતુ નવી જાહેર કરવામાં આવેલી માહિતીથી આંકડાની ફેરબદલ આવે એમાં પ્રજા ગુંચવાઈ જાય.સરકારની આવી નીતિના કારણે સાચી માહિતી સમયસર પ્રજા સુધી પહોંચી રહી નથી. જે કેસોનો આંક જાહેર થઇ ગયો હોય તે વિસ્તારના કેસોની વિગતવાર માહિતી બીજા 20 કલાક પછી બહાર પાડવામાં આવે છે. જેથી પ્રજા વચ્ચે જુના લિસ્ટ જ ફરતા રહે અને પ્રજા ગુમરાહ થતી રહે.
First published: April 25, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading