Video : કોરોના વાયરસના ડર વચ્ચે પ્રિયંકા ચોપડા અને નિકે ફેન્સને આપ્યો આ મેસેજ


Updated: March 21, 2020, 3:13 PM IST
Video : કોરોના વાયરસના ડર વચ્ચે પ્રિયંકા ચોપડા અને નિકે ફેન્સને આપ્યો આ મેસેજ
પ્રિયંકા અને નિકે આ વીડિયો શેર કરી તેમના ફેન્સ માટે ચિંતા વ્યક્ત કરી છે.

પ્રિયંકા અને નિકે આ વીડિયો શેર કરી તેમના ફેન્સ માટે ચિંતા વ્યક્ત કરી છે.

  • Share this:
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલ કોરોના વાયરસના કારણે પતિ નિક જોનાસ (Nick Jonas) સાથે સેલ્ફ આઇસોલેશનમાં છે. પણ તેમ છતાં નિક અને પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે પોતાનો સંપર્ક બનાવી રાખે છે. અને વાયરસને લઇને જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે. હાલમાં જ નિક જોનાસ અને પ્રિયંકાને એક વીડિયો સામે આવ્યા છે. જે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બંને ફેન્સને કોરોના વાયરસને લઇને તેમના સારા સ્વાસ્થયની કામના કરી હતી. જે પછી આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો નિક જોનાસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે કહે છે કે તમને બધાને Hi, મને ખબર છે કે આપણા બધા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય ચે. પણ આશા રાખું છું કે તમે બધા ઠીક હશો. તો પ્રિયંકા કહે છે કે આપણે બધાએ એકબીજાને ખ્યાલ રાખવાનો છે. આશા રાખું છું કે તમે બધા ઠીક હશો. ખૂબ ખૂબ પ્રેમ. જો કે આવું પહેલીવાર નથી જ્યારે બંનેએ તેમના ફેન્સને લઇને ચિંતા વ્યક્ત કરી હોય. આ પહેલા પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સતત પોતાના ફેન્સને લઇને તથા વાયરસ અંગે જાગૃતતા ફેલાવવાને લઇને જાણકારી આપતા રહેતા હોય છે.
View this post on Instagram

Love you all. ❤️ @priyankachopra

A post shared by Nick Jonas (@nickjonas) on Mar 20, 2020 at 9:14pm PDT



તમને જણાવી દઇએ કે ખાલી પ્રિયંકા ચોપરા જ નહીં બોલિવૂડ અને હોલિવૂડ અનેક સેલેબ્રિટી હાલ સેલ્ફ આઇસોલેશનમાં પોતાની જાતને રાખી રહ્યા છે. તેમ છતાં ટોમ હેક્સ જેવા અને જાણીતા સ્ટાર્સ આ રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને ભારતમાં પણ કનિકા કપૂર હાલ આ વાયરસનો ભોગ બની ચૂકી છે. માટે જ લોકો ભીડથી દૂર રહીને પોતાની સુરક્ષા જાતે કરવાની અપીલ કરી રહ્યા છે.
First published: March 21, 2020, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading