સુરતમાં બે દિવસમાં વધી ગયા હોટસ્પોટ, જાણો કયો વિસ્તાર આવ્યો માસ કૉરેન્ટાઇનમાં


Updated: April 14, 2020, 11:21 PM IST
સુરતમાં બે દિવસમાં વધી ગયા હોટસ્પોટ, જાણો કયો વિસ્તાર આવ્યો માસ કૉરેન્ટાઇનમાં
સુરત શહરેમાં 14 એપ્રિલે 7 નવા પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઈ ગઇ

સુરત શહરેમાં 14 એપ્રિલે 7 નવા પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઈ ગઇ

  • Share this:
સુરત : સુરત શહરેમાં 14 એપ્રિલે 7 નવા પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઈ ગઇ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્લસ્ટર કૉરેન્ટાઇન કરવામાં આવ્યું છે એ તમામ વિસ્તારને રેડ ઝોનમાં લેવામાં આવેલ છે. સુરતમાં 13 વિસ્તારોને કલ્સ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે જેમાથી સૌથી મોટો વિસ્તાર રાંદેર અને તેની આસપાસનો વિસ્તાર છે.

સૌથી પહેલા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા રાંદેર મુખ્ય રોડનો ઉતર પુર્વીય તરફ તાપી નદીનો વિસ્તાર. એટલે કે અડાજણ પાટીયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી તેમજ ભાણકી સ્ટેડિયમ અને તેની આજુબાજુનો વિસ્તાર. બીજા નંબરે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નવસારી બજાર, ચાર રસ્તાથી ડિકેએમ હોસ્પીટલ થઇ રાજમાર્ગ , ટાવર રોડ થઇ બેગમ પુરા મોતી ટોકિઝ રોડ થઇ ફાલસા વાડી મેઇન રોડ થી ઝાપા બજાર રોડ , નિરવાણ અખાડા , એનટીએમ માર્કેટથી બેગમ પુરા મેઇન રોડની સાથે સલાબત પુરા પોલીસ મથક સર્કલથી કષ્ટભંજન હનુમાન રોડ થઇ આગળ રુસ્તમપુરા કોમ્યુનિટીથી સગરામપુરા પુતલી સર્કલ સુધી નવસારી બજાર સુધી. સૈયદપુરા પંપીગ સ્ટેશનથી સયૈદપુરા ખાડી શેરી ઉભા રોડથી લિંબડા સેરી થઇ રામપુરા પેટ્રોલ પંપના મેઇન રોથી ડાબે લાલમીયા મઝીદ રોડથી સૈયદપુરા મેઇનના વિસ્તારો.

મુગલીસરા મેઇન રોડ શીપ એસન્સના બાજુના રસ્તેથી રીવર ફ્રન્ટ રોડ થઇ જીલાની બ્રીજની નીચેથી જમણીબાજું ધાસ્તીપુરાથી એસઅમસી ઓફિસથી વરિયાવી બજાર પોલિસ ચોકી સુધીનો વિસ્તાર અઠવા ઝોન વિસ્તારમાં એસએમસી ઇડબલ્યુએસ આવાસ પાણીની ટાકીની બાજુમાં વેસું ખાતે. લિંબાયત ઝોનમાં આઝાદ ચોક , નુરાની નગર , રમા બાઇ ચોક ,ઇસ્લામીક ચોક , આંજણા સ્લમ કલીયરન્સ બોર્ડ , મીઠી ખાડી ,. રઝા ચોક , બેઠી કોલોની , પત્રરાની ચાલ પ્રતાપનાગર , કાંતી નગર સુગર નગર અને હનુમાન શેરી તેમજ રામવ નગર

લિંબાયત ઝોન વિસ્તારમાં માનદરવાજા ટેનામેન્ટ એ 1 થી એ5 , બી1 થી બી3 તેમજ સી થી સી 9 તથા ટેનામેન્ટને લાગત હળપતી કોલોની. ઇસ્ટ ઝોન વરાછા વલ્લભ નગર , ગુરૂનગર , મહેશ્વરી સોસાયટી ,વિહળ નગર. વરાછા દિવ્ય વસુંધરા ફલેટ દલિત વસાહત જોલી એકલેવ , ટાંકળી ફડયું આંબાવાડી ઝુપડપટ્ટી , ઉધરસભય્યાની વાડી , પાટીયાલ વિસ્તાર. આ ઉપરાંત પણ બીજા 4 હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર 13 વિસ્તારમાં મનપા દ્વારા કલ્સ્ટર કોરેન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે . આ તમામ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ કોરોનાના મળી આવ્યા છે. આ હોટસ્પોસ્ટ વિસ્તારમાં કુલ બે લાખ આઠ હજાર વસ્તીને આવરી લેવામાં આવી છે. આ કલ્સ્ટર કોરેન્ટાઇન માથી હોટ સ્પોટ જાહેર કરવા પહેલા અને પછી મળીને 28 પોઝિટિવ કેસ આવ્યા છે.
First published: April 14, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading