અમદાવાદ : જજના પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાઈકોર્ટના ગેટ પર ચેક કરતા પડી ખબર


Updated: April 18, 2020, 8:00 PM IST
અમદાવાદ : જજના પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાઈકોર્ટના ગેટ પર ચેક કરતા પડી ખબર
હાઇકોર્ટના એક જજના બંગલે પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

હાઇકોર્ટના એક જજના બંગલે પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • Share this:
હાઇકોર્ટના એક જજના બંગલે પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે લોકડાઉન જાહેર થયું ત્યારથી જજોના બંગલે કામ કરી રહેલા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી. આ કર્મચારી પણ રજા ઉપર હતો.

રજા ઉપર હોવા છતાં હાઇકોર્ટનો કર્મચારી કોર્ટ કેમ્પસમાં આવ્યો હતો. તેવામાં કોર્ટમાં પ્રવેશતા ગેટ ઉપર તેને રોકવામાં આવ્યો હતો. જ્યાં તેનું થર્મલ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ થર્મલ ચેકીંગ દરમ્યાન કર્મચારીનું તાપમાન જરૂરિયાત કરતા વધુ જણાયું હતું.

જો કે ગરમીમાં બહારથી આવ્યા હોઈ તાપમાન વધુ આવ્યું હોવાનું માનીને તેમને ત્યાં જ થોડીવાર બેસાડવામાં આવ્યા હતા. થોડીવાર બાદ ફરીથી ચેક કરતા તાપમાનમાં કોઈ સુધારો જણાયો નહતો. જેને લઈને તેને નજીકની સોલા સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ કર્મચારી બોડકદેવ ખાતે આવેલા હાઇકોર્ટ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને આ ક્વાટર્સને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે
First published: April 18, 2020, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading