સુરતમાં Coronaનો ફૂંફાડો : 24 કલાકમાં 26 કેસ, લિંબાયત અને વરાછા-એ ઝોન સૌથી વધુ Dangerous


Updated: April 29, 2020, 10:30 PM IST
સુરતમાં Coronaનો ફૂંફાડો : 24 કલાકમાં 26 કેસ, લિંબાયત અને વરાછા-એ ઝોન સૌથી વધુ Dangerous
સુરત જિલ્લા અને શહેરમાં થયેલા પોઝેટીવ કેસનો આકડો 600ને પાર પહોંચી ગયો છે કુલ આકંડો 607 નોધાયો છે. આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે.

સુરત જિલ્લા અને શહેરમાં થયેલા પોઝેટીવ કેસનો આકડો 600ને પાર પહોંચી ગયો છે કુલ આકંડો 607 નોધાયો છે. આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે.

  • Share this:
સુરત : શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ કેસો પોઝીટીવ આવતા શહેરમાં કુલ ૫૮૧ પોઝિટિવ દર્દીઓ નોધાયા છે, જયારે જિલ્લામાં વધુ પાંચ પોઝેટીવ કેસ આવતા જિલ્લા અને શહેરમાં થયેલા પોઝેટીવ કેસનો આકડો 600ને પાર પહોંચી ગયો છે કુલ આકંડો 607 નોધાયો છે. આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. કોરોનાગ્રસ્ત દરદીઓનો મૃતક આંક વધીને ૨૧ થયો છે. હવે સ્લમ પોકેટોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી હોવાથી મનપા તંત્ર દ્વારા સ્લમ પોકેટો, ઝૂંપડપટ્ટી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

મનપા કમિ. પાનીએ જણાવ્યું કે, ગતરોજ ૨૦ દરદીઓ કોરોનામાંથી મુક્ત થઇ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા શહેરમાં દરદીઓના ડિસ્ચાર્જ રેટમાં વધારો થયો છે. અગાઉ ૩.૭૮ ટકાનો ડિસ્ચાર્જનો રેટ બે દિવસમાં ૩૯ દર્દીઓ ડિસ્ચાર્જ થવાથી રેટ વધીને ૮ થયો છે. હજી આગામી સપ્તાહ સુધી આ રેટમાં નોધપાત્ર વધારો થશે. છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં વધુ ૨૬ પોઝિટિવ દર્દીઓ નોધાયા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. લિંબાયત અને વરાછા-એ ઝોનમાં આજે સૌથી વધુ ૬-૬ કેસ નોંધાયા છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૨૨૯ કેસો અત્યાર સુધી નોધાયા છે. છેલ્લાં કેટલાંક દિવસથી સ્લમ વિસ્તારોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતા તંત્ર દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એક્ટિવ સર્વેલન્સની ટીમો પણ સ્લમ પોકેટોમાં વધારવામાં આવી છે.

સ્લમ વિસ્તારોમાં ફિવર ક્લિનિકોના પ્રોત્સાહક પરિણામો મળી રહ્ના છે. ડુમસ, ગવિયર જેવા અઠવા ઝોનના ગામોમાં પણ કોમ્યુનિટી સેમ્પલોનું ટેસ્ટિંગ રેન્ડમલી કરાયું છે. પરંતુ એક પણ ટેસ્ટનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. અઠવા ઝોનના ગામો તમામ ગ્રીન ઝોનમાં છે. અત્યાર સુધી ૧૦,૮૬૮ સેમ્પલોના ટેસ્ટ પેકી ૫૮૧ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ૧૦,૨૫૪ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. ૨૪૦ એ-સિમ્ટોમેટિક પોઝિટિવ દરદીઓને સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરેન્ટાઇનમાં ૨૧૦૩ લોકો અને ઝોનોની ક્વોરેન્ટાઇન સુવિધામાં ૫૧૬ લોકોને રાખવામાં આવ્યા છે.

તો આ બાજુ સુરત આવેલા કેન્દ્રીય ટીમના સુચન મુજબ પરપ્રાંતિય વસતિને તેમની મૂળ ભાષામાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરવા મનપા તંત્ર દ્વારા ઓરિસ્સા (ઉડીયા), હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળી જેવી ભાષામાં પોસ્ટર-બેનર છપાવી આજે સંલગ્ન વિસ્તારોમાં ચોંટાડવામાં આવ્યા છે. જેથી પરપ્રાંતિય લોકો-મજૂરો તેમની મૂળ ભાષામાં કોરોના સામેની લડત માટેની ગાઇડલાઇનો સમજી શકે અને તેનું પાલન કરી શકે.
First published: April 29, 2020, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading