સુરતીઓની ચિંતા વધી! આજે વધુ 51 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, આજે કયા વિસ્તારમાં કેટલા કેસ?


Updated: April 18, 2020, 12:35 AM IST
સુરતીઓની ચિંતા વધી! આજે વધુ 51 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, આજે કયા વિસ્તારમાં કેટલા કેસ?
સુરતમાં કોરોના દર્દીની સંખ્યા 140 પર પહોંચી છે

સુરતમાં કોરોના દર્દીની સંખ્યા 140 પર પહોંચી છે

  • Share this:
સુરત : કોરોના વાઇરસના સેમ્પલો લેવાની કામગીરી બાદ આજે એક જ દિવસમાં ૫૧ પોઝિટિવ કેસો નોંધાયા છે. સુરત શહેરમાં ૪૬ પોઝિટિવ કેસો અને જિલ્લામાં નવા ૫ પોઝિટિવ કેસો સાથે સુરત શહેરનો પોઝિટિવ કેસનો આંક ૧૪૦ પર પહોંચી જવા પામ્યો છે. સુરત શહેરનો માન દરવાજા વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં કેસો સામે આવ્યા હતા. કોમ્યુનિટી સેમ્પલો લેવાના કારણે આ આંકડો વધ્યો હતો. આ ઉપરાંત સિવિલમાં એક તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેમના સંપર્કમાં આવેલા તમામને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં અગાઉ માત્ર રાંદેર ઝોન વિસ્તારમાં સૌથી વધુ કેસો આવ્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કેસો વધ્યા હતા. જોકે હવે સેન્ટ્રલ ઝોન સાથે સાથે લીંબાયત ઝોનમાં ખુબ મોટા પ્રમાણમાં કેસો વધતા મનપા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે.

સુરત શહેરમાં આજે કુલ ૪૬ પોઝિટિવ કેસો આવ્યા હતા. જે પૈકી ૨૯ કેસો માત્ર માન દરવાજા ટેનામેન્ટ ના હતા. જયારે બાકીના વડોદ, જહાંગીરપુરા, પાંડેસરા, ગોલવાડ, રૂસ્તમપુરા, ઉધના, સલાબતપુરાના દર્દીઓ નોંધાયા છે.

વરાછાના એલ.એચ રોડ ખાતેના દીનદયાળ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા આશાબેન પ્રતાપનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ અત્યાર સુધી માત્ર ૨ પોઝિટિવ કેસો હતા. પરંતુ આજે એક જ દિવસમાં મહુવામાં ૪ અને ઓલપાડમાં ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૫ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેને કારણે સુરત શહેરનો કુલ આંક ૧૪૦ પર પહોંચી જવા પામ્યો છે.

સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં કેજ્યુલીટી વિભાગમાં ફરજ બજાવતાં ડો. મયુર કલસરીયાને આજે કોરોના પોઝીટીવ જાહેર કરાયા હતા. તેમની સાથે જુદા જુદા વિસ્તારના દર્દીઓને પણ કોરોના પોઝિટીવ જાહેર કરાયા હતા. વડોદમાં સુરતનો સૌથી નાની ઉંમરનો માત્ર સાત વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઓલપાડમાં મારબલની ફેક્ટરીમાં કામ કરતાં એક પર પ્રાંતિયને પણ કોરોના જાહેર થતાં ઓલપાડ તાલુકામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. સુરત શહેરમાં શુક્રવારે કુલ ૫૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને પોઝીટીવ કેસનો કુલ આંક ૧૪૦ પર પહોંચી ગયો છે.

સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૫ મોત નોંધાયા છે. લોકોની સારવાર કરતાં સિવિલ હોસ્પિટલના તબીબને કોરોનાનો ચેપ લાગતાં તેમને કોરોના થતાં તંત્રમાં ગભરાટ ફેલાયો છે. તેમના સંપર્કમાં આવેલા તબીબ, પેરામેડિકલ સ્ટાફ તથા દર્દીને શોધી તેમના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તો આ તમામ પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.સાંજે વધુ 12 કેસ નોંધાયા

ભુપેન્દ્ર વાય.રાણા (ઉ.વ.આ.40) ઈન્દરપુરા, ગોલવાડ

કૌશિક જી. રાણા (ઉ.વ.આ.22) માન દરવાજા ટેનામેન્ટ

સુરેશચંદ્ર રાણા (ઉ.વ.આ.50) માનદરવાજા ટેનામેન્ટ

જ્યોત્સનાબેન કાપડીયા (ઉ.વ.આ.45) માનદરવજા ટેનામેન્ટ

ફેની કાપડીયા (ઉ.વ.આ.21) માનદરવાજા ટેનામેન્ટ

અરૂણા સત્યનારાયણ (ઉ.વ.આ.40) માનદરવાજા ટેનામેન્ટ

જયેશ સહાની (ઉ.વ.આ.24) અંબિકાનિકેશન સોસાયટી, પાંડેસરા

વિનાયક મરાઠે (ઉ.વ.આ.57) કલ્યાણ કુટીર સોસાયટી ઉધના.

સંતોષ જાદવ (ઉ.વ.આ.35) શ્રીરામ નગર પાંડેસરા

ફરીદ તર્કી (ઉ.વ.આ.20) ઈચ્છા ડોશીની વાડી સલાબતપુરા

લક્ષ્મીબેન રાઠી (ઉ.વ.આ.75) શિવગંગાનગર, જહાંગીરપુરા, રાંદેર

દેવકીદેવી રાજપૂત (ઉ.વ.આ.60) શિવગંગાનગર જહાંગીરપુરા રાંદેર

સવારે નોંધાયેલા 11 કેસ

શાહબુદિન નુરાની પડાનીયા (ઉ.વ.આ. 62) સલીમાબાદ જહાંગીરપુરા

સુલ્તાના સમીર રજવાની (ઉ.વ.આ.31) સલીમાબાદ જહાંગીરપુરા

લક્ષ્મણ ગોપાલ રાજભર (ઉ.વ. 22) બમરોલી

પરેશ પ્રમોદ બોપટ (ઉ.વ.આ. 29) માનદરવાજા

ડો. મયુર કલસરીયા (ઉ.વ.આ. 28) એનસીએચ કેમ્પસ

દિનેશ વશરામભાઈ (ઉ.વ.આ.43) આદમની વાડી

આશાબેન પ્રતાપભાઈ (ઉ.વ.આ.43) દીન દયાળ ઝૂંપડપટ્ટી, એલ.એચ. રોડ

મીનાબેન ગોરધનભાઈ બુડિયા (ઉ.વ.આ. 40) દીન દયાળ ઝૂપડપટ્ટી, એલ.એચ. રોડ

ખુશી દીલીપરામ રાવડા (ઉ.વ.આ. 07) ગોકુલધામ, વડોદ

સુરેશ દયાળજી ચૌધરી, અંધાત્રી ગામ, તા. મહુવા જિ. સુરત

સંતોષ રમણ યાદવ, વિકાસ એજન્સી, ઓલપાડ, જિ. સુરત
First published: April 17, 2020, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading