અમદાવાદમાં રીક્ષા ગેંગે ફરી માથું ઊંચક્યું, યુવકે 50 હજારની લોન લીધી, ઘરે જાય તે પહેલાં ખિસ્સા ખાલી


Updated: October 1, 2022, 7:47 PM IST
અમદાવાદમાં રીક્ષા ગેંગે ફરી માથું ઊંચક્યું, યુવકે 50 હજારની લોન લીધી, ઘરે જાય તે પહેલાં ખિસ્સા ખાલી
પત્નીનો જન્મદિવસ હોવાથી તેઓએ કંપનીમાંથી રૂપિયા 50 હજાર લોન પેટે લીધા હતા. (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Crime News: રામોલ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ સોલા સાયન્સ સિટી ખાતે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ નોકરીથી ઘરે આવવા માટે નીકળ્યા હતા.

  • Share this:
અમદાવાદ: રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ફરતી ગેંગનો આતંક ધીમે-ધીમે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ગેંગે ક્યારેક પેસેન્જરને ડરાવી ધમકાવીને તેમની પાસેથી કિંમતી ચીજ વસ્તુ કે રૂપિયા પડાવી લે છે. અથવા તો નજર ચૂકવીને ચોરી કરતા હોય છે. આવો વધુ એક બનાવ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. જેમાં પત્નીનો જન્મદિવસ કંપનીમાંથી રૂપિયા 50,000 ની લોન લઈને ઘરે જતા એક યુવકના કિસ્સામાંથી રૂપિયા કાઢીને રીક્ષા ચાલક સહિત ત્રણ લોકો ફરાર થઈ ગયા છે.

રામોલ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ સોલા સાયન્સ સિટી ખાતે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ નોકરીથી ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેમની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારી તેઓને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મુકવા માટે આવ્યા હતા. જીતેન્દ્રસિંહ કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષામાં બેસીને ઘરે જવા માટે નીકળ્યા હતા. જો કે આ રિક્ષામાં અગાઉથી ડ્રાઇવર તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો બેઠા હતા.

આ પણ વાંચો- સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા કહ્યું- ગુજરાત ભાજપમાં રાજનીતિના સંસ્કાર છે

ફરિયાદી રીક્ષામાં ડ્રાઇવરની બાજુમાં આગળની સીટમાં બેઠા હતા. તેમની પત્નીનો જન્મદિવસ હોવાથી તેઓએ કંપનીમાંથી રૂપિયા 50 હજાર લોન પેટે લીધા હતા. જે તેઓ તેમના પેન્ટના ખીસ્સામાં મૂક્યા હતા. જો કે ચાર વાગ્યાની આસપાસ અનુપમ બ્રિજના છેડે એપરલ પાર્કની સામે પહોંચતા ફરિયાદીએ ખિસ્સામાં જોયું તો રૂપિયા હતા નહી. જેથી રીક્ષા ચાલકને રીક્ષા ઉભી રખાવી ત્રણેય કહ્યું હતું કે, મારી પાસે રોકડા રૂપિયા 50 હજાર હતા તે મળતા નથી.

આ પણ વાંચો- ઔષધિની ખેતી કરી લાખો રૂપિયાની કરો, આ સફળ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક પદ્ધતિ

જો કે આ દરમિયાન રીક્ષા ચાલક અને અન્ય બે ઈસમો ત્યાંથી રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી રીક્ષામાં બેસી લોકોને લૂંટતી ગેંગ સક્રિય થઇ છે અને શહેરમા આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને જોતા પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય થઇ ગઇ છે.
Published by: rakesh parmar
First published: October 1, 2022, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading