અમદાવાદ: મેઘાણીનગરમાં હત્યાનો બીજો બનાવ, સ્કૂલની સામે ગરબા જોવા ઉભેલા યુવકને મળ્યું મોત


Updated: October 2, 2022, 5:49 PM IST
અમદાવાદ: મેઘાણીનગરમાં હત્યાનો બીજો બનાવ, સ્કૂલની સામે ગરબા જોવા ઉભેલા યુવકને મળ્યું મોત
મેઘાણીનગરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે.

Meghaninagar Murder case: ઇજાગ્રસ્ત વિશાલ ગુપ્તાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસની કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. દુકાનની ઉપર લાગેલ પ્લાસ્ટિકનું પોસ્ટર કેમ ફાડી નાખેલ છે તેમ કહી ઝઘડો કરીને યુવકને ખંજર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જો કે મેઘાણીનગરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રિતેશ શાહ એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ગઈકાલે મોડી રાત્રે તે તેના મિત્રો સાથે અમરાજી નગર ગલી પાસે મંગલમ સ્કૂલની સામે ગરબા જોવા માટે ઉભા હતા. તે દરમિયાન રાત્રિના સવા બાર વાગ્યાની આસપાસ અમરાજી નગર ગલી નંબર 5 માં રહેતા મહેન્દ્ર ઉર્ફે માઈકલ, તેના ઓળખીતા અચલ કુમાર ઉર્ફે સૌરભ શર્મા તથા મીન્કુ શર્મા તેની પાસે આવેલ હતા. અને એકદમ ઉશ્કેરાઈ જઈને કહ્યું હતું કે મારી પત્નીની દુકાન ઉપર લાગેલ પ્લાસ્ટિકનું પોસ્ટર કેમ ફાડી નાખેલ છે તેમ કહીને અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો- ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુની ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે નિમણૂંક

જો કે ફરિયાદી એ અપશબ્દો બોલવાની ના પાડતા જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તેમજ તેના મિત્રોને ગદડા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી તેઓની વચ્ચે ઝપાઝપી થતા મહેન્દ્ર ઉર્ફે માઈકલ તથા મીન્કુ શર્માએ ફરિયાદીને પકડી રાખેલ અને અચલ કુમાર ઉર્ફે સૌરભ શર્માએ ખંજર કાઢીને મારવા જતા ફરિયાદીનો મિત્ર વિશાલ ગુપ્તા છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેને જમણા પગના જાંગના ભાગે એક ઘા મારી દેતા લોહી નીકળવા લાગેલ હતું તેમજ આ ત્રણેય આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રને ધક્કો મારી ગડદા પાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. જેથી ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- હોમ લોન અને કાર લોન મોંઘી થઈ, નવા વ્યાજના દર લાગૂ કરાયા

જ્યારે ઇજાગ્રસ્ત વિશાલ ગુપ્તાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસની કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે મહત્વની બાબત તો એ છે કે મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ અગાઉ પૈસાની લેતીદેતી મામલે થયેલ ઝઘડામાં વૃદ્ધ મહિલાએ એક વૃદ્ધાને જીવતી સળગાવી હત્યા કરી હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by: rakesh parmar
First published: October 2, 2022, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading