AAP Candidate List: આમ આદમી પાર્ટીએ વેજલપુર બેઠક માટે જાહેર કરેલા ઉમેદવારની તસવીરો વાયરલ


Updated: September 8, 2022, 1:49 PM IST
AAP Candidate List: આમ આદમી પાર્ટીએ વેજલપુર બેઠક માટે જાહેર કરેલા ઉમેદવારની તસવીરો વાયરલ
આપ તરફથી જાહેર કરેલા ઉમેદવારની તસવીર વાયરલ

AAP Candidate List: અત્યારસુધીમાં દસ-દસ ઉમેદવારની ત્રણ યાદી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવી છે. પહેલી બંને યાદી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈ કોઈ વિવાદ જોવા મળ્યો ન હતો પરંતુ વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવારને લઈ સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત મુદ્દાઓ ઉઠી રહ્યા છે.

  • Share this:
ગાંધીનગર. Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ દરેક રાજકીય પક્ષો પોતાની જીત માટેની રણનીતિ ઘડવા લાગ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષમાં બેઠેલા કૉંગ્રેસ પક્ષ વચ્ચે લડાઈ થતી હોય છે, પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપવા મેદાને આવી ગઈ છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા માટે અનેક મુદ્દાઓ પર ગેરંટી કાર્ડ જાહેર કરી લોકોને પોતાના તરફથી કરવાનું વાતાવરણ ઊભું કર્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોની ત્રણ યાદી જાહેર પણ કરી દીધી છે.

અત્યારસુધીમાં દસ-દસ ઉમેદવારની ત્રણ યાદી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવી છે. પહેલી બંને યાદી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈ કોઈ વિવાદ જોવા મળ્યો ન હતો પરંતુ વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવારને લઈ સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત મુદ્દાઓ ઉઠી રહ્યા છે. આ ઉમેદવારના વ્યક્તિગત જીવનને લઈ ચર્ચામાં આવ્યા છે. વેજલપુર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.



ઉમેદવાર તરીકે જાહેર થતાની સાથે જ કલ્પેશભાઈ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ભૂતકાળમાં પોસ્ટ થયેલા દારૂ અને પાર્ટીઓના ફોટોગ્રાફ્સ વાયુવેગે વાયરલ થયા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકો વાતો પણ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરણી બંને અલગ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા ઋત્વિક પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કરણી અને કથની અલગ પ્રકારની છે.

ઋત્વિક પટેલે જણાવ્યું કે, "ગઈકાલે જે લિસ્ટ ઉમેદવારોનું જાહેર કરવામાં આવ્યું છે તેમાં એક ઉમેદવારના દારૂ અને હુક્કાની પાર્ટીઓ કરતા વીડિયો અને ફોટો જોવા મળે છે. પહેલાના લિસ્ટમાં 300 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિને ટિકિટ આપી છે તો નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરનાર મેઘા પાટકરને પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે. આવનારા દિવસોમાં ગુજરાતની જનતા કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટીને જેવો જાકારો નહીં આપ્યો હોય તેઓ જાકારો ગુજરાતમાં આપશે."
Published by: Vinod Zankhaliya
First published: September 8, 2022, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading