Ahemdabad : પોલીસકર્મી સાથે સાઇબર ફ્રોડ, દીકરાની રિફંડ થયેલી કૉલેજ ફીના પાંચ લાખ લઈને આરોપી ફરાર
Updated: May 24, 2022, 11:28 AM IST
બેંક ચાર્જમાં ફાયદો કરાવી આપવાની આપી લાલચ
પોલીસકર્મી સાથે થઈ રૂ. 5 લાખની ઠગાઈ, રિફંડ થયેલી રકમ લઈ આરોપી ફરાર,દીકરાની ફી ભરવા પોલીસ કર્મીએ રૂ. 5 લાખ જેટલી રકમ આપી હતી.યુનિવર્સિટીના અભ્યાસ માટે રૂ. 8 લાખ ફી ભરવાની હતી.
અમદાવાદ: શહેરમાં છેતરપિંડીના (Fraud) બનાવો દરરોજ જુદી જુદી રીતે બનતા હોય છે. જેમાં ક્યારેક ઓનલાઈન (Online) બેન્કિંગ દ્વારા, વિઝા માટે, વીમા માટે કે અન્ય રીતે ઠગો ઠગાઈ કર્તા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં (Policeman) સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનો બનાવ બનવાની ઘટના સામે આવી છે.
દીકરાની ફી ભરવા પોલીસ કર્મીએ રૂ. 5 લાખ જેટલી રકમ આપી
યુ.કે.ની કોલેજમાં અભ્યાસ કરતા દીકરાની બીજા સેમેસ્ટરની (Semester) ફી ભરવા માટે પોલીસ કર્મીએ એક વ્યક્તિને રૂ. 5 લાખ જેટલી રકમ આપી હતી. જે અન્ય કોઈ વ્યક્તિના એકાઉન્ટમાંથી (Account) ભર્યા બાદ કોલેજે રકમ રિફંડ પણ કરી દીધી હતી અને ઠગે પોલીસકર્મીને પૈસા પરત ન કર્યા. આ ઘટનાને પગલે સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
યુનિવર્સિટીના અભ્યાસ માટે રૂ. 8 લાખ ફી ભરવાની હતી
ઘટનાની મળતી વિગતો મુજબ ચાંદખેડામાં રહેતો પોલીસકર્મી અમદાવાદ શહેર પોલીસદળમાં ફરજ (Duty) બજાવે છે અને તેમનો મોટો પુત્ર હાલ ઈંગ્લેન્ડમાં લેસ્ટર યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટનો (Management) અભ્યાસ કરે છે. જેને કોલેજની બીજા સેમેસ્ટરની રૂ. 8 લાખ ફી (Fee) ભરવાની હતી. જેમાં રૂ. 5 લાખ અહીંથી મોકલવાના હતા.
આ પણ વાંચો: ભરૂચ અને બનાસકાંઠામાં કારમાં આગના બનાવ, બંને કાર બળીને ખાખબેંક ચાર્જમાં ફાયદો કરાવી આપવાની આપી લાલચ
પોલીસકર્મીના સાળાના દીકરાએ જણાવ્યું હતું કે ઠગાઈ કરેલ શખ્સ વિદેશમાં (Foreign) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (Student) ઓનલાઈન ફી ભરી આપે છે અને તેમની પાસેથી ફી ભરાવે તેને બેંક ચાર્જમાં (Bank Charge) ફાયદો કરાવી આપવાની લાલચ આપે છે.
Published by:
kuldipsinh barot
First published:
May 24, 2022, 11:18 AM IST