બાવળામાં મિલનો શેડ પડતાં ત્રણ શ્રમિકોના મોત, 3 ઇજાગ્રસ્ત
News18 Gujarati Updated: May 24, 2022, 8:59 AM IST
Gujarat Latest news: મંગળવારે એક મિલનો શેડ પડતાં 3 શ્રમિકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ આખા પંથકનો માહોલ ગમગીન થઇ ગયો હતો.
Gujarat Latest news: મંગળવારે એક મિલનો શેડ પડતાં 3 શ્રમિકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ આખા પંથકનો માહોલ ગમગીન થઇ ગયો હતો.
અમદાવાદ: ધોળકા રોડ પર બાવળામાં (Bavda) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સોમવારે એક મિલનો શેડ પડતાં 3 શ્રમિકોનાં મોત (labourers death) નીપજ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમા લઇ જવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, હળવદ GIDC ખાતે ગત 18મી મેના રોજ આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના પેકેજિંગ કારખાનામાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી. રાબેતા મુજબ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક જ કારખાનાની દીવાલ ધસી પડવાના કારણે 30 જેટલા મજૂરો તેના નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા હતા. જેમાં કાટમાળમાંથી 5 પુરૂષ, 4 મહિલા અને 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતકોમાં એક જ પરિવારના છ લોકોના મોત નીપજ્યા હતા.
(હાલ આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે. વધુ માહિતી માટે અહીં જોડાયેલા રહો.)
Published by:
Kaushal Pancholi
First published:
May 24, 2022, 7:10 AM IST