અમદાવાદ: Web Seriesને ફીક્કી પાડે તેવી હત્યાની કહાણી, IB ઓફિસરએ પૂર્વ પત્નીની આપી હતી સોંપારી


Updated: August 6, 2022, 4:33 PM IST
અમદાવાદ: Web Seriesને ફીક્કી પાડે તેવી હત્યાની કહાણી, IB ઓફિસરએ પૂર્વ પત્નીની આપી હતી સોંપારી
ઝોન 7 એલસીબીની ટીમે તેલંગણા પાસેથી આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad Crime News: આશરે બે અઠવાડીયા પહેલા વેજલપુરમાં થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિના ઈશારે થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીનો પૂર્વ પતિ અન્ય કોઈ નહીં પણ સેન્ટ્રલ આઈબીમાં ફરજ બજાવતો અધિકારી છે.

  • Share this:
અમદાવાદ: આશરે બે અઠવાડીયા પહેલા વેજલપુરમાં થયેલી હત્યા (vejalpur murder)ના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિના ઈશારે થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીનો પૂર્વ પતિ અન્ય કોઈ નહીં પણ સેન્ટ્રલ આઈબી (central IB)માં ફરજ બજાવતો અધિકારી છે. જેની પોલીસે શોધખોળ હાથ ઘરી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ સીટી વિભાગ 2માં મનીષા બુધેલા નામની મહિલાની થયેલી હત્યાનો ભેદ (murder mystery) ઉકેલાયો છે. મહિલાની હત્યા કરી તેના જ ઘરમાં તેનો મૃતદેહ મૂકી આરોપી (criminal) ફરાર થઈ ગયા હતા. જે અંગે તપાસ કરતા ઝોન 7 એલસીબીની ટીમે તેલંગણા પાસેથી આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી ખલિલુદ્દીન સૈયદની ધરપકડ બાદ હકીકત સામે આવી કે, આરોપીની સાથે આ હત્યામાં અન્ય બે આરોપીની સંડોવણી છે.

મહિલાનો પૂર્વ પતિ રાધાકૃષ્ણ મધુકર બુધેલા કે જે સેન્ટ્ર્લ આઈબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તેના ઈશારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેની પણ તપાસ હાથ ધરી હોવાનું ઝોન 7ના ડીસીપી બી યુ જાડેજાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: બોલો જુબાં કેસરી: સુરતમાં 'કળાકારો' બે ટેમ્પો ભરી લાખોની વિમલ ગુટખા ચોરી ગયા

મૃતક મનીષા  અને તેના પતિ વચ્ચે ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જે કેસમાં કોર્ટે પીઆઈને 30 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જેથી કંટાળી પીઆઈએ પોતાના મિત્ર ખલિલુદ્દીન સૈયદને વાત કરી હતી. જેના આધારે ખલિલુદ્દીન પોતાના બે મિત્રોને હત્યાના 10 દિવસ પહેલા અમદાવાદ લાવી રેકી કરાવી અને ખાનગી હોટલમાં રોકાણ કર્યુ હતુ. 19 જુલાઈના રોજ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જોકે, તપાસ બાદ રેકી કરવા ઓનલાઇન લીધેલું અને આ ગુનામાં વાપરવામાં આવેલા વાહનના નંબર પરથી પોલીસ આરોપી સુધી પહોંચી છે. સાથે જ ખલિલે હત્યા માટે સતીષને 15 હજાર રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Rain Forecast: પાંચ દિવસ રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસશેહત્યાની તપાસ કરતાં પોલીસ સૌથી પહેલા ઈન્કમટેક્ષ પાસે આવેલા રોયલ બ્રધરની ઓફીસે પહોંચી હતી. જ્યાંથી આરોપીએ બાઈક ભાડે રાખ્યું હતું. જે બાદ પોલીસ હોટલ રાજધની સુધી પહોંચી જ્યાં આરોપી 10 દિવસ રોકાયા હતા. જેથી પોલીસને હત્યાના આરોપીના ફોટા અને વિગત મળી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી પરંતુ મુખ્ય ષડયંત્રકાર સહિત ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ઘરી છે, ત્યારે પોલીસ તપાસમાં આરોપી શું નવા ખુલાસા કરે છે તે જોવું મહત્વનું છે.
Published by: Azhar Patangwala
First published: August 6, 2022, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading