અમદાવાદ: માણેકચોકમાં લાગી આગ, ગેસના બાટલામાં આગ લાગતાં મચી નાસભાગ

News18 Gujarati
Updated: October 1, 2022, 4:47 PM IST
અમદાવાદ: માણેકચોકમાં લાગી આગ, ગેસના બાટલામાં આગ લાગતાં મચી નાસભાગ
વેફરની દુકાનમાં ગેસના બાટલામાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Manekchowk Fire: શહેરના માણેકચોક વીસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી વેફરની દુકાનમાં ગેસના બાટલામાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  • Share this:
અમદાવાદ: ખાણીપીણી માટે જાણીતા શહેરના માણેકચોક વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. દિવસ દરમિયાન ખરીદી માટે ભરચક રહેતા આ વિસ્તારમાં આગ લાગતા નાસભાગની દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરતાં ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

શહેરના માણેકચોક વીસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી વેફરની દુકાનમાં ગેસના બાટલામાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે સ્થાનિક લોકોએ પણ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

આ પણ વાંચો: અમદાવાદ: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

મળતી માહિતી અનુસાર, માણેકચોક વિસ્તારમાં વેફરની દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં વેફર બનાવવાનું કામ ચાલે છે, ત્યારે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. દુકાનમાં રહેલા ગેસના બાટલમાં આગ લાગી હતી. જેને પગલે બાટલામાં બ્લાસ્ટ ન થાય તે માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક પગલા લીધા હતા. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

ઉલ્લેખનીય છે કે, માણેકચોક વિસ્તાર ખાણીપીણી માટે જાણીતો છે, જ્યાં દિવસ દરમિયાન અહીં ખરીદી માટે લોકો આવતાં હોય છે. હાલ નવરાત્રી અને તહેવારોને પગલે અહીં દિવસ-રાત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે આ ઘટનાને પગલે માણેકચોકમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
Published by: Azhar Patangwala
First published: October 1, 2022, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading