Ahmedabad Metro: અમદાવાદ મેટ્રો પર લખાણ લખનાર ચાર વિદેશી નાગરિકોની ધરપકડ, સીસીટીવીમાં થયા હતા કેદ

News18 Gujarati
Updated: October 2, 2022, 2:25 PM IST
Ahmedabad Metro: અમદાવાદ મેટ્રો પર લખાણ લખનાર ચાર વિદેશી નાગરિકોની ધરપકડ, સીસીટીવીમાં થયા હતા કેદ
ચાર ઇટાલિયન નાગરિકોની ધરપકડ

પબ્લિક પ્રોપર્ટી પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને 50000 રૂપિયાનું નુકસાન કર્યું છે. સિક્યુરિટી કેમેરામાં પણ આ લોકો આવતા જતા દેખાઈ રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં આજથી મેટ્રોની શરૂઆત થઇ છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઇઝ-1માં વસ્ત્રાલ-થલતેજ ગામ મેટ્રો જાહેર જનતા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એપરલ પાર્કમાં મેટ્રો ટ્રેન પર અજાણ્યા યુવકોએ લખાણ લખ્યા હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. મેટ્રો રેલમાં ગ્રાફિટી બનાવવા માટે 4 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ લોકોએ પાર્ક કરેલી મેટ્રોના બહારના ભાગમાં ગ્રાફિટી બનાવી હતી. આ પહેલા આ લોકોએ મુંબઇમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, આને કારણે મેટ્રોને 50 હજાર રુપિયાનું નુકસાન થયુ છે. મેટ્રોમાં લખાણ અંગે 4 વિદેશીઓની ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ ઈટાલિયન નાગરિકો છે.

મળતી માહિતી પ્રમાણે, એપરલ પાર્ક, ગોમતીપુર અમદાવાદ ખાતે આવેલ મેટ્રો રેલના એપરેલ પાર્ક પાછળની દીવાલ તેમજ પાર્કિંગ એરિયા પાસે કોઈપણ વ્યક્તિ પ્રવેશ ના કરે તે માટે લોખંડવાળી 2 રિકેટિંગ દીવાલ બનાવવામાં આવેલ છે. તેમ છતાં આરોપીઓ તે લોખંડની દીવાલ કૂદીને મેટ્રો રેલની કોચ બહાર ગ્રેફિટી બનાવેલ અને જેમાં લખાણ લખવામાં આવેલ. તે ફરિયાદ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી અને માહિતીના આધારે ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની કામગીરીમાં 4 લોકોને પકડી લેવામાં આવ્યા છે.

આજથી શરૂ થતી મેટ્રોમાં જતા પહેલા જાણો આ મહત્ત્વની વાતો

આ લોકો ટુરિસ્ટ વિઝા લઇને ગુજરાત આવ્યા હતા. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના ડેપ્યુટી સિક્યુરિટી મેનેજર જગતસિંહ મકવાણાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, 30 સપ્ટેમ્બરે રાતના સમયે ગોમતીપુર એપરલ પાર્ક ખાતે 3 અજાણ્યા ઈસમો કૂદીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. જે બાદ મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવુ જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેના ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.

નડિયાદની શાળાના ચાલુ ગરબામાં ઝુલુસનું ગીત વાગાડાયુ


પબ્લિક પ્રોપર્ટી પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને 50000 રૂપિયાનું નુકસાન કર્યું છે. સિક્યુરિટી કેમેરામાં પણ આ લોકો આવતા જતા દેખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદ આ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: October 2, 2022, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading