Ahmedabad News: અમદાવાદના નેતા અજાણી સુંદર યુવતીઓ સાથે વાતો કરવાના ચક્કરમાં એવા તો ફસાયા કે લાખો રૂપિયા ધોવાયા!

News18 Gujarati
Updated: September 24, 2022, 9:22 AM IST
Ahmedabad News: અમદાવાદના નેતા અજાણી સુંદર યુવતીઓ સાથે વાતો કરવાના ચક્કરમાં એવા તો ફસાયા કે લાખો રૂપિયા ધોવાયા!
પ્રતીકાત્મક તસવીર (તસવીર- કેન્વા)

Social Media fraud: આ વીડિયો દ્વારા અજાણી યુવતી નેતાને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને તેની પાસે પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અજાણી સુંદર યુવતીઓ સાથે ચેટિંગ કરવાનું નેતાને ભારે પડ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, જમીન પર કામ કરતા નેતાને સોશિયલ મીડિયામાં અજાણી યુવતીઓ સાથે વાતો કરવાની ટેવ ભારે પડી છે. નેતા જ્યારે અજાણી યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા ત્યારે યુવતીએ અચાનક જ તેના કપડા ઉતારી દીધા હતા અને એ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. જે બાદ આ વીડિયો બતાવીને નેતાને બ્લેકમેઇલ કરીને પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. નેતાએ પોતાની શાખ બચાવવા માટે યુવતીને રૂપિયા આપી દીધા હતા પરંતુ અન્ય એક યુવતીએ પોર્ન વીડિયો બનાવીને નેતાને ફરીથી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ નેતાએ તપાસ કરાવતા આ ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ હોવાની વાત સામે આવી હતી.

આ રીતે ફસાયા નેતા


ગુજરાતી સમાચારપત્રમાં દર્શાવેલા સમાચાર પ્રમાણે, શહેરમાં નેતા મહિના પહેલા પોર્ન વીડિયોનો ભોગ બન્યા હતા. આ નેતા એકલા હોય ત્યારે અજાણી સુંદર યુવતીઓના પ્રોફાઇલ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને ચેટિંગ કરતા હતા. આ સાથે તેઓ અજાણી યુવતીઓની ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારતા હતા. અજાણી યુવતી સાથેની ચેટિંગ દરમિયાન યુવતીએ ચાલુ વીડિયો કોલમાં અચાનક કપડા ઉતારી દીધા અને એવો એક વીડિયો બનાવી દીધો હતો. આ વીડિયો દ્વારા અજાણી યુવતી નેતાને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને તેની પાસે પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી. નેતાએ પોતાની શાખ બચાવવા માટે અજાણી યુવતીને પાંચ લાખ રુપિયા આપી દીધા હતા.

આ પણ વાંચો: નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવું છે? આરતીના સમય

અજાણ્યા યુવાનનો આવ્યો ફોન


આ ઘટના બાદ અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે પાંચ લાખ લઇ જનારી યુવતી લોકો પાસેથી આ રીતે બ્લેકમેઇલ કરીને રુપિયા પડાવતી હોવાનું જણાવીને અન્ય યુવતીનો નંબર આપીને તેની સાથે વાત કરવાનું જણાવ્યુ હતુ. નેતાએ અન્ય યુવતીને ફ્રેન્ડસ રિકવેસ્ટ મોકલતા તેની સાથે ચેટિંગ શરૂ થયુ હતુ. તે પછી વીડિયો કોલ પણ શરૂ થયા બાદ બીજી યુવતીએ પણ કપડાં ઉતારી વીડિયો પર વાત કરવાનું શરૂ કર્યુ હતુ.આ પણ વાંચો: બોડેલી ડેપોમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

ફરીથી અન્ય યુવતીની જાળમાં ફસાયા


આ નેતા સાથે ફરી પહેલા જેવું જ થયુ છે. ફરીથી બ્લેકમેઇલ શરૂ કરીને યુવતીએ રૂપિયા માંગવાનું શરૂ કર્યું. જોકે, આ વખતે નેતાએ પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરીને પોલીસમાં જાણ કરી હતી. સાયબર સેલે સમગ્ર મામલે તપાસ કરી હતી. તપાસ કરતા સામે આવ્યુ કે, આ કેસમાં હરિયાણાના મેવાતની ટોળકીને ટ્રેસ કરી હતી. પોલીસે આ ગેંગને ધમકાવીને પોર્ન વીડિયો ડિલીટ કરાવ્યા હતા. જોકે, આ કેસમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
Published by: Kaushal Pancholi
First published: September 24, 2022, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading