અમદાવાદ: જાણો, શું છે 20-20-20 ફોર્મ્યુલા, જેનાથી આંખ બનશે તેજ અને નંબર ઓછા થશે


Updated: May 25, 2022, 7:39 AM IST
અમદાવાદ: જાણો, શું છે 20-20-20 ફોર્મ્યુલા, જેનાથી આંખ બનશે તેજ અને નંબર ઓછા થશે
સોલા સિવિલ હોસ્પિટલ

Eye health news: સોલા સિવિલ હોસ્પિટલમાં એક સ્ટડી કરવામાં આવી હતી જેમાં ચોંકાવનરું તારણ બહાર આવ્યું છે. કોરોના બાદ બાળકોની આંખની રોશની ઝાંખી થઈ રહી છે.

  • Share this:
અમદાવાદ : વાલીઓ સાવધાન. જો બાળકો આખો દિવસ મોબાઈલ કે ટીવી સ્ક્રિન સામે બેસી રહે છે તો ચેતી જજો. કારણ કે, નાની ઉંમરમાં જ આંખોના નંબર આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી મોટાભાગના બાળકોએ નંબરના ચશ્મા પહેરવા પડે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સ્ટડી કરવામાં આવી હતી જેમાં ચોંકાવનરું તારણ બહાર આવ્યું છે. કોરોના બાદ બાળકોની આંખની રોશની ઝાંખી થઈ રહી છે. જેનું કારણ છે લાંબો સમય સ્કિન સામે બેસી રહેવાથી આંખની તકલીફ વધી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વધી રહી છે. 30 ટકા બાળકોને દૂરના નંબર આવી જાય છે અને ચશ્મા પહેરવા પડે છે.

સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના એસોસિએટ પ્રોફેસર વૈશાલી પ્રજાપતિએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છ કે, સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા એક સ્ટડી કરવામાં આવી છે. કોરોના સમયએ સ્કૂલ બંધ હતી. ઓનલાઈન અભ્યાસ કરવાનો હતો. જેના કારણે બાળકોએ મોબાઈલ, ટેબલેટનો વધુ ઉપયોગ કર્યો છે. ઇન્ડોર ગેમના કારણે બાળકોમાં આંખની રોશની ઝાંખી થઈ રહી છે. દૂરના નંબર વધી રહ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલ


આ સ્ટડી અલગ અલગ ઉંમરના બાળકો પર કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, 25થી 30 ટકામાં બાળકોને દૂરના નંબર વધી રહ્યા છે. જોકે, મોબાઈલ કે ટેબલેટનો ઉપયોગ વધુ કરતા હોય તો આંખોને થોડી રાહત મળી રહે તે માટે 20-20-20 ફોર્મ્યુલા આપવામાં આવી છે. દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 મીટર દૂર જોઈ લેવું જોઈએ. જોએ શક્ય ન હોય તો 20 સેકન્ડ માટે આંખને બંધ કરી લેવી જોઈએ. જેના કારણે સ્નાયુને થોડી રાહત મળશે.

સોલા સિવિલ હોસ્પિટલમાં આંખ બતાવવા આવનાર ધ્રુવીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે, તેને દૂરના નંબર આવી ગયા છે. તે ટીવી જુવે છે અને મોબાઈલનો પણ ઉપયોગ કરે છે.

સોલા સિવિલ હોસ્પિટલ
સૃષ્ટિએ જણાવ્યું હતું કે, તે પણ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. માથામાં દુખાવો થઈ રહ્યો હતો ત્યારે ડોક્ટરએ આંખના નંબર ચેક કરાવવા સલાહ આપી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં આંખના નંબર ચેક કરાવતા ખબર પડી છે કે દૂરના નંબર છે.માતા પિતાએ નાના બાળકોની વિશેષ કાળજી રાખવી જોઈએ.જો બાળકો મોબાઈલ પર ગેમ અથવા ટીવી સ્કિન સામે લાંબા સમય સુધી બેસી રહેશે તો નાની ઉંમરે જ ચશ્મા આવી જશે. જોકે, સવાર સાંજ બાળકોને બહાર રમવા લઇ જવાથી તેમનો સ્ક્રીન ટાઈમ ઘટશે અને આંખોની બીમારીથી દૂર રહી શકશે.
Published by: Kaushal Pancholi
First published: May 25, 2022, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading