આમદાવાદની પરિણીતાએ દીકરી સાથે કાંકરિયા તળાવમાં લાગાવી મોતની છલાંગ, માતા-દીકરી બંનેના મોત

News18 Gujarati
Updated: September 26, 2022, 3:57 PM IST
આમદાવાદની પરિણીતાએ દીકરી સાથે કાંકરિયા તળાવમાં લાગાવી મોતની છલાંગ, માતા-દીકરી બંનેના મોત
પરિણાતાએ પોતાની દીકરી સાથે કર્યા આપઘાત

Ahmedabad Suicide Case: અમદાવાદની પરિણાતાએ પોતાની દીકરી સાથે કર્યો આપઘાત, પરિણીતા ઘરેથી શાકભાદજી લેવા જઉ છૂં કહીને નીકળી હતી. કૌટુંબિક કંકાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની શંકા.

  • Share this:
અમદાવાદ: દિન-પ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. અમદાવાદના પુર્વ ભાગમાં રહેતી પરિણીતા બહાર શાકભાજી લેવા જઉ છૂં, એમ કહીને સવારે બાળકીને સાથે લઈને ગઈ હતી. આટલું કહીને ઘરેથી નીકળેલી પરિણીતાએ બાળકી સાથે નરોડાના કાંકરિયા તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા કરવાનું કારણ હજી પણ અકબંધ રહ્યુ છે


આખરે પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે?  આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ રહ્યું છે. પરિણીતા ઘરેથી શાકભાજી લેવા જઉ છૂં કહીને નીકળી હતી. પરંતુ કૌટુંબિક કંકાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની શંકા ઉઠી રહી છે. પોલીસે પણ આ દિશામાં આગળ તપાસ હાથ ઘરી છે. પરિવારીક ઝઘડાઓ અત્યારે વધી રહ્યા છે, જેથી ઘણા લોકો આપઘાત કરવા લાગ્યા છે. આપઘાતમાં મોટા ભાગના લોકો પરિવારીક કંકાસના કારણે આપઘાત કરતા હોય છે તેવું અનેક બનાવોમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમિત શાહે બાવળામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

દીકરી સાથે મોતની છલાંગ લગાવી આપઘાત કરતા ચકચાર


અવદાવાદના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી પોતાની દીકરી જિયા સાથે શાકભાજી લેવાના બહાને ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળીને નરોડામાં આવેલા કાંકરિયા તળાવ પાસે જઈને સવારે લગભગ 11 વાગ્યાના સમય ગાળા દરમિયાન ભારતીબેને પોતાની દીકરી સાથે મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતા નરોડા પોલીસ ઘટના સ્થળે આવીને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલીને પરિવારને જાણ કરવામાં આવી હતી.

પરિવારમાં ગૃહ કંકાસમાં આત્મહત્યા કરી હોવીની શંકા


ઘટનાની જાણ પોલીસને થતા નરોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે નરોડા પીઆઈ કેતન વ્ચાસે વિગત આપતા જણાવ્યુ કે, અમને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા. એને હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમનામાં પારિવારિક કંકાસ ચાલી રહી હતી. પોલીસ પણ આ દિશામાં હાલ તપાસ કરી રહી છે. આખરે લોકો પણ આપઘાતને લઈને વિવિધ પ્રકારની શંકા કરી રહ્યા છે.
Published by: Vimal Prajapati
First published: September 26, 2022, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading