Amit Shah Attacks on Congress: અમિત શાહે બાવળામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા; કહ્યુ - નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી

News18 Gujarati
Updated: September 26, 2022, 4:11 PM IST
Amit Shah Attacks on Congress: અમિત શાહે બાવળામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા; કહ્યુ - નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી
અમિત શાહ

Amit Shah Attacks on Congress: અમિત શાહ બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમણે સંબોધનમાં તેમણે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા હતા.

  • Share this:
અમદાવાદઃ બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સંબોધનમાં તેમણે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અગાઉ નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.’ તેમણે નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, આપણે બધાએ નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ. તેઓ જ નર્મદાનું પાણી ગુજરાતમાં લાવ્યા છે. આ દિવાળીએ વધુ ઘીથી કંસાર બનાવજો. આપણા સારા દિવસો ચાલુ થયા છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા


અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસિયાઓએ 1964થી નર્મદા યોજના ટલ્લે ચડાવી હતી. જો નરેન્દ્ર મોદી પાણી લાવ્યા ના હોત તો આજેય હાલત તેવી જ હોત. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભગીરથ કામ કર્યુ અને નર્મદાના નીર અમદાવાદ સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત તેમણે ખેડૂતોને દિવાળી તથા બેસતાવર્ષમાં વધુ ઘી નાંખી કંસાર બનાવવાનું કહી સારા દિવસો ચાલુ થયા તેવું જણાવ્યું હતું.


દરવર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર જમા કરાવ્યા


નરેન્દ્ર મોદી સરકારે 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક કાર્ય કર્યા છે. કૃષિ વીમો આપ્યો અને તેને નાનામાં નાના અને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવ્યો હતો. આ ઉપરાંત દર વર્ષે 6 હજાર સીધા જમા કરાવવાની વ્યવસ્થા કરી હતી.
Published by: Vivek Chudasma
First published: September 26, 2022, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading