ભાવનગર: ખૂન કા બદલા ખૂન, 50 વર્ષ જૂની અદાવતમાં 70 વર્ષીય વૃદ્ધને પાડી દેવાયા!

News18 Gujarati
Updated: October 1, 2022, 5:48 PM IST
ભાવનગર: ખૂન કા બદલા ખૂન, 50 વર્ષ જૂની અદાવતમાં 70 વર્ષીય વૃદ્ધને પાડી દેવાયા!
જમીનના ઝઘડાની અદાવતમાં વૃદ્ધની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર

Bhavnagar Crime: ભાવનગર શહેરમાં જમીનના ઝઘડાની અદાવતમાં વૃદ્ધની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

  • Share this:
ભાવનગર: શહેરમાં જમીનના ઝઘડાની અદાવતમાં વૃદ્ધની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 70 વર્ષીય મૃતક રાણાભાઈ ચુડાસમા શહેરના હનુમાનજી નગરમાં રહેતા હતા. જેમને એક ફોન આવ્યો હતો અને કહેવાયું કે, તમે ત્રામ્બક ગામે આવો જમીનનો ઝઘડો પતાવી દઈએ. જ્યાં બે-ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પૌત્રએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, 50 વર્ષ પહેલાં જમીનના ઝઘડાનામાં તેમના દાદા રાણાભાઈએ એક હત્યા કરી હતી. જેની અદાવત રાખીને આ કૃત્ય આચરાયું છે.

ભાવનગર શહેરના દેવરાજનગર સામે આવેલા મફતનગરના હનુમાનજી નગરમાં રહેતા અને ઘોઘા તાલુકાના ત્રામ્બક ગામના વતની રાણાભાઇ ગણેશભાઈ ચુડાસમા નામના 70 વર્ષીય વૃદ્ધ ગઈકાલે સવારે તેના ઘેરે હતા, તે સમયે ગામડેથી તેમને ફોન આવ્યો હતો કે તમે તાંબક ગામે આવો તમારી જમીનનો ઝઘડો પતાવી દઈએ, તેમ કહેતા તેઓ ત્રાંબક ગામે ગયા હતા. જ્યાં ગામના ચોરામાં પાસે જ સવારના અરસા દરમિયાન બેથી ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારો ધારણ કરી અને વૃદ્ધ પર આડેધડ ઘા મારી તેમની કરપીણ હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

ઘટનાની જાણ થતાં જ વરતેજનો પોલીસ કાફલો ઘટના થયેલી દોડી ગયો હતો અને મૃતકનો કબ્જો મેળવી પીએમ અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને મૃતકના પૌત્ર રવિભાઈ તનસુખભાઈ ચુડાસમાએ વરતેજ પોલીસ મથકમાં ગામના મેઘજી સવજીભાઈ અને પ્રવીણ મેઘજીભાઈ વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ગામે આવેલી જમીનના ઝઘડાને લઈને તેના દાદા રાણાભાઇએ સવજીભાઈ જાદવભાઈ અને જાદવભાઈ પાછાભાઈની 50 વર્ષ પહેલા હત્યા કરી હતી જેની અદાવત રાખી અને તેમના કૌટુંબિક દયાલભાઈએ જમીનનો ઝઘડો ઓતાવવા બાબતે બોલાવ્યા હતા. તેમના દાદા ત્રંબક ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
Published by: Azhar Patangwala
First published: October 1, 2022, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading