અમદાવાદમાં યુવતી પર અત્યાચાર, પતિએ દારૂ પીને કાન તોડી નાખ્યો, અન્ય લોકોએ મારામારી કરી બે આંગળી કાપી નાખી
Updated: May 21, 2022, 12:15 PM IST
કૃષ્ણનગર પોલીસ મથક (ફાઇલ તસવીર)
Ahmedabad domestic violence case: યુવતીએ પોલીસને ફોન કરતા યુવતીની સાસુ તથા માસી સાસુએ ભેગા મળીને યુવતીને માર માર્યો હતો. યુવતીને બીજા લોકોએ લાકડીનો ફટકો માર્યો હતો. કેટલાક લોકોએ ધારીયું મારતા યુવતીની બે આંગળી કપાઇ ગઇ હતી.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત યુવતીને ત્રાસ (Domestic violence) આપી માર માર્યાની ઘટના સામે આવી છે. યુવતીનો પતિ સંબંધીના ઘરે લગ્ન પ્રસંગ (Marriage) હોવાથી ત્યાં ગયો હતો અને ત્યાંથી દારૂ પીને ઘરે આવ્યો હતો. બાદમાં પત્ની સાથે ઝઘડો કરીને તેણીને મારવા લાગ્યો હતો. આ દરમિયાન યુવતીના પતિએ તેણીનો કાન ખેંચતા કડી સાથે કાન તૂટી ગયો હતો. સાથે જ સાસરા પક્ષના અન્ય લોકોએ મારામારી કરતા યુવતીની બે આંગળી પણ કપાઈ ગઈ હતી. અન્ય લોકોએ હથિયારોથી માર મારતા યુવતીને આંગળી અને કમરના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાત લોકો સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નવા નરોડા (New Naroda area)માં રહેતી 28 વર્ષીય યુવતી શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. દસેક દિવસ પહેલા આ યુવતીનો પતિ કાકાના છોકરાના લગ્નમાં શહેરકોટડા ખાતે ગયો હતો. ત્યાંથી તે દારૂ પીને ઘરે આવ્યો હતો. બાદમાં તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરીને તેણીને માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીનો કાન ખેંચતા કડી સાથે કાન તૂટી ગયો હતો. જેથી તાત્કાલિક તેણીને દવાખાને લઈ જવામાં આવી હતી. અહીં સારવાર બાદ યુવતીને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીના પતિએ તેના સસરાને ફોન કરીને ગાળો ભાંડી હતી તેમજ ધમકી આપી હતી.
થોડા દિવસ પહેલા યુવતી તેના ઘરે આવી ત્યારે તેનાં મકાનનું તાળું તૂટેલું હતું અને તેના ઘરનો સામાન વેરવિખેર હતો. ઘરમાં પલંગ, ફ્રિજ, ગેસનો બાટલો, સગડી સહિતની વસ્તુઓ ન હતી. આસપાસના લોકોને પૂછતાં જાણવા મળ્યું કે, યુવતીનો પતિ, સસરા, સાસુ અને દિયર આવ્યો હતો અને દરવાજો તોડીને સામાન લઈ ગયા છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખયુવતીએ પોલીસને ફોન કરતા યુવતીની સાસુ તથા માસી સાસુએ ભેગા મળીને યુવતીને માર માર્યો હતો. યુવતીને બીજા લોકોએ લાકડીનો ફટકો માર્યો હતો. કેટલાક લોકોએ ધારીયું મારતા યુવતીની બે આંગળી કપાઇ ગઇ હતી. આ દરમિયાન પોલીસ આવી જતાં ઝઘડો શાંત થયો હતો અને યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીને આંગળી અને કમરના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાત લોકો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.