ધરોઇ ડેમમાંથી છોડાયું પાણી, અમદાવાદના કેટલાક વિસ્તારોને એલર્ટ કરાયા

News18 Gujarati
Updated: August 17, 2022, 7:09 PM IST
ધરોઇ ડેમમાંથી છોડાયું પાણી, અમદાવાદના કેટલાક વિસ્તારોને એલર્ટ કરાયા
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે

અમદાવાદ સિટી વિસ્તારના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજના વિસ્તારને એલર્ટ કરાયા છે.

  • Share this:
અમદાવાદ: મહેસાણામાં આવેલા ધરોઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. અહીં વરસાદી પાણીની આવક 65,840 ક્યુસેક થઇ છે, જ્યારે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધીને 88.34 ટકા થયો છે. જેના લીધે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમના કુલ 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજા 5.18 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણી આવશે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમદાવાદ સિટી અને ધોળકા તાલુકાના ગામડાને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, અમદાવાદ સિટી વિસ્તારના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજના વિસ્તારને એલર્ટ કરાયા છે.

બીજી બાજુ, સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.56 મીટરે પહોંચી હતી. જ્યાં પાણીની આવક 6,24,047 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. જેના લીધે 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે.આ પણ વાંચો: નર્મદા નદીમાં 5.44 લાખ ક્યુસેક પાણી છોડાશે, ગોલ્ડન બ્રિજ પાસે સપાટી 23 ફૂટે પહોંચી

નોંધનીય છે કે, રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે ભારે છે. બનાસકાંઠા, પાટણ, કચ્છમાં અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તાપી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઉપરતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Published by: Azhar Patangwala
First published: August 17, 2022, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading