'વર્ષ 2024માં દેશમાં ખીચડી સરકાર અને કમજોર પ્રધાનમંત્રી બનવા જોઈએ,' ઔવેસીએ આવું કેમ કહ્યું?


Updated: September 10, 2022, 3:34 PM IST
'વર્ષ 2024માં દેશમાં ખીચડી સરકાર અને કમજોર પ્રધાનમંત્રી બનવા જોઈએ,' ઔવેસીએ આવું કેમ કહ્યું?
અસદુદ્દીન ઓવૈસીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે

Gujarat Assembly Election 2022: અત્યારથી વર્ષ 2024માં કોણ સરકાર બનાવશે તે માટે પણ પક્ષોએ મંથન શરૂ કર્યું છે. તેવામાં અસદુદ્દીન ઓવૈસીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે

  • Share this:
અમદાવાદ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. તેમાં એક નામ ઉમેરાયું છે AIMIM પાર્ટીના નેતા અસદુદ્દીન ઓવૈસીનું. જોકે અત્યારથી વર્ષ 2024માં કોણ સરકાર બનાવશે તે માટે પણ પક્ષોએ મંથન શરૂ કર્યું છે. આજે અમદાવાદ આવેલા ઓવૈસીએ પત્રકાર પરિષદ દરમિયાન એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓ વર્ષ 2024માં ખીચડી સરકાર બને અને કમજોર પ્રધાનમંત્રી બને તેવું ઇચ્છી રહ્યા છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, અસદુદ્દીન ઓવૈસીએ આવું કેમ કહ્યું હશે તેના પાછળનું કારણ શું છે.

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલમાં વિવિધ પાર્ટીઓ દ્વારા વચનોની ભરમાર ચાલી રહી છે અને પ્રધાનમંત્રી આવા વાયદાઓને રેવડી કલચર ગણાવી ચૂક્યા છે, ત્યારે અસદુદ્દીન ઓવૈસી રેવડી કલ્ચર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, આવા નેતાઓ ચૂંટણી આવે ત્યારે વાયદા કરે છે. ચૂંટણી પતિ જાય પછી તે વાયદા ભુલાય જાય છે. જનતાને આકાશમાંથી તારા તોડી લાવવાની વાતો કરે છે અને પછી તેઓ પણ નજર નથી આવતા અને તારાઓ પણ નજર નથી આવતા. આવા વાયદા કરવા કરતાં પ્રેક્ટિકલી જે થઈ શકે કરવું જોઈએ.

આ પણ વાંચો: Harsh Sanghvi on Drugs: હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં 2 કરોડ યુવાઓને નોકરી આપવાનું વચન આપ્યું હતું. કોર્પોરેટસના દેવા માફ, ટેક્સ માફ થઈ જાય છે.  તો વળી વર્ષ 2024 માટે વિપક્ષ એક થઈ રહ્યા છે તે મુદ્દે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે, 2024માં ખીચડી સરકાર બને તેવું હું ઈચ્છુ છુ અને કમજોર પ્રધાનમંત્રી બને તેવું ઈચ્છુ છુ. કારણ કે જવાહરલાલ નહેરુ પછી જો કોઈ તાકતવર નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે. પણ તાકતવર નેતા તાકતવર લોકોની જ મદદ કરે છે અને કમજોર નેતા કમજોર લોકોની મદદ કરે છે. ત્યારે હું ઈચ્છું કે કમજોર પ્રધાનમંત્રી બને. ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે તેમણે કહ્યું કે, AIMIM આખા ગુજરાતમાં ચૂંટણી લડશે. પણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલી વાલા નક્કી કરશે.
Published by: Azhar Patangwala
First published: September 10, 2022, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading