CM અને પાટીલને દિલ્હીનું તેડું, હાઇકમાન્ડ સાથેની બેઠકમાં નક્કી થશે ચૂંટણીની રણનીતિ
Updated: October 14, 2022, 5:32 PM IST
CM અને પાટીલને દિલ્હીનું તેડું
Gujarat Assembly Election 2022: CM અને પાટીલને દિલ્હીનું તેડું, ભાજપના ઉમેદવારોની યાદીની આખરી પેનલ તૈયાર કરવા માટે થઈને, તેમજ ચૂંટણી દરમિયાન ઊભી થનારી સંભવિત પરિસ્થિતિ સંદર્ભે રણનીતિ તૈયાર કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આજે અચાનક જ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે.
ઉમેદવારોની યાદીની આખરી પેનલ તૈયાર કરાશે
આજે સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે અને ત્યાં હાઈકમાન્ડ સાથે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આખરી રણનીતિ તૈયાર કરશે. વિશ્વાસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આજે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઇ છે અને ગુજરાતની ચૂંટણીની જાહેરાત અને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 182 વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની આખરી પેનલ તૈયાર કરવા માટે થઈને, તેમજ ચૂંટણી દરમિયાન ઊભી થનારી સંભવિત પરિસ્થિતિ સંદર્ભે રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આઇબીના રિપોર્ટ અંગે પણ ચર્ચા થશે
બીજી બાજુ, હાલ જે ગૌરવ યાત્રા નિકળી છે, તેના ગ્રાઉન્ડ રિપોર્ટ પણ હાઇ કમાન્ડે મેળવ્યા છે. આ મામલે પણ ચર્ચા કરવામાં આવશે. સેન્ટ્રલ આઇબીએ આગામી વિધાનસભા ચૂંટણીલક્ષીને જે રિપોર્ટ આપ્યો છે તે સંદર્ભે પણ ચર્ચા થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં પણ 8મીએ જ ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી અટકળોહાઇકમાન્ડ નક્કી કરશે રણનીતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે. પાર્ટીના હાઈકમાન્ડ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની કોર કમિટી સાથે બેઠક કરશે અને માઇક્રો પ્લાનિંગ પૂર્ણ કરશે. આગામી સપ્તાહ દરમિયાન તે દિવાળીના દિવસોને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે.
વિધાનસભા 2022ની રણનીતિ આગામી 2024ની લોકસભાની રણનીતિ બની રહે, તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે રીતે જોર લગાવવામાં આવી રહ્યું છે તે હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય છે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વધુને વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરવામાં આવશે.
Published by:
Azhar Patangwala
First published:
October 14, 2022, 5:32 PM IST