ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા 6 સપ્ટેમ્બરે કેસરીયો ધારણ કરશે!


Updated: September 5, 2022, 7:20 PM IST
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા 6 સપ્ટેમ્બરે કેસરીયો ધારણ કરશે!
વિશ્વનાથસિંહ વાઘેલા 6 સપ્ટેમ્બરે વિધિવત રીતે ભાજપમાં જોડાશે

Gujarat assembly election 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે

  • Share this:
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યના રાજકારણમાં પક્ષ પલટાની ગતિવિધિ તેજ થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે. વિશ્વનાથસિંહ વાઘેલા સાથે ગુજરાત NSUIના  ઉપપ્રમુખ પાર્થ દેસાઈ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ  વિશાલ ઠાકોર, યુથ કોંગ્રેસ ગુજરાતના મહામંત્રી જીગર માલીએ રાજીનામુ આપી દીધું છે, તો રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી વિનય તોમરે પણ રાજીનામુ આપી દીધું છે.

વિશ્વનાથસિંહ વાઘેલા 6 સપ્ટેમ્બરે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વિશ્વનાથસિંહ વાઘેલાએ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી છે. હવે 6 સપ્ટેમ્બરે ભાજપનો ભગવો સત્તાવાર રીતે ધારણ કરશે તેવા અહેવાલો વહેતા થયા છે. જોકે, ભાજપમાં જોડાવા અંગે વિશ્વનાથસિંહ વાઘેલા તરફથી હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસ પર છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ જ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો: ભાજપ કેવી રીતે જીતશે 150થી વધુ બેઠકો?

કોંગ્રેસ પાર્ટીને સાત પેજનું રાજીનામું ધરી વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વિશ્વનાથસિંહે કહ્યું કે, કોંગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોંગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યું છે, હવે ધીમે ધીમે અહેસાસ થયો હતો. કોંગ્રેસ દેશની સેવા કરવા માટે નહીં પણ એક પરિવારની ભક્તિ જ કરે છે. આ સાથે જ વિશ્વનાથસિંહે કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યું હતું. યુથ કોગ્રેસની ચૂંટણીમાં 1 કરોડ 70 લાખ રૂપિયા મે અને મારા ગ્રુપે પાર્ટીને આપ્યા છે.

વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે વિશ્વનાથસિંહના આ રાજીનામાં અંગે કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીમાંથી હાર્દિક પટેલના રાજીનામા બાદ એનએસયુઆઇ, યુથ કોગ્રેસનું એક જૂથ વિશ્વનાથસિંહ વાઘેલાના વિરોધમાં હતું. કોંગ્રેસ છોડતા વિશ્વનાથસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. આ જ કારણ છે કે, યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી.નોંધનીય છે કે, ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ પદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધા બાદ હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાના નામની જાહેરાત કરી છે.
Published by: Azhar Patangwala
First published: September 5, 2022, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading