Gujarat Riots 2002: તિસ્તા સેતલવાડની અટકાયત, ગુજરાત ATS અમદાવાદ આવવા રવાના
News18 Gujarati Updated: June 25, 2022, 10:40 PM IST
ગુજરાત રમખાણો 2002 કેસ ગુજરાત ATS ટીમે મુંબઈમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે.
ગુજરાત રમખાણો 2002 કેસ ગુજરાત ATS ટીમે મુંબઈમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે અને તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ આવી છે. ભંડોળના દુરુપયોગના સંદર્ભમાં તિસ્તાની પૂછપરછ કરવામાં આવશે.
સમાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ (Teesta Setalvad)ના ઘર પર શનિવારે ગુજરાત એટીએસ (Gujarat ATS) પહોંચી હતી. ગુજરાત એટીએસની બે ટીમો મુંબઇ પહોંચી હતી અને એક ટીમ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન ગઇ તો બીજી ટીમ મુંબઇ પોલીસ (Mumbai Police) સાથે તિસ્તા સેતલવાડના જુહૂ સ્થિત ઘરે ગઇ હતી. જ્યાંથી ગુજરાત એટીએસે તીસ્તાની અટકાયત કરી લીધી છે અને તેમને લઇ ગુજરાત આવવા રવાના થઇ ગઇ છે.
ગુજરાત રમખાણો 2002 કેસ ગુજરાત ATS ટીમે મુંબઈમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે અને તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ આવી છે. ભંડોળના દુરુપયોગના સંદર્ભમાં તિસ્તાની પૂછપરછ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તિસ્તા સેતલવાડને પણ અમદાવાદ લાવવામાં આવી શકે છે.
આરબી શ્રીકુમારની પણ ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ DGP આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. તિસ્તા શેતલવાડને રોડ માર્ગે અમદાવાદ લાવવામાં આવી રહી છે. અમદાવાદ આવ્યા બાદ કોવિડ ટેસ્ટ થશે રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે. નકલી દસ્તાવેજોની મદદથી ષડયંત્ર હેઠળ ખોટી કાર્યવાહી શરૂ કરવાનો આરોપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા શેતલવાડ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર સામે બનાવટી દસ્તાવેજો બનાવીને કાવતરા હેઠળ ખોટી કાર્યવાહી શરૂ કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસમાં તિસ્તાને કસ્ટડીમાં લેવામાં આવી છે જ્યારે સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે.
જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસમાં પીએમ મોદીને વિશેષ તપાસ ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા કડક ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો- સુરતમાં કોફી કાફે OYO માં તબદીલ થયા
ત્યાં જ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં તિસ્તા સેતલવાડની ભૂમિકા પર વધુ તપાસ માટે હાકલ કરી હતી. કોર્ટે કહ્યું કે જે લોકો કાયદા સાથે રમત કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો- આજના દિવસને ભાજપે રાષ્ટ્રની લોકશાહી પરંપરાનો કલંકિત ઇતિહાસ ગણાવી વખોડ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તિસ્તા સિતલવાડે ગુજરાત રમખાણોના કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો દુરુપયોગ કર્યો હતો. કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજદાર ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાના અંતર્ગત હેતુ માટે દુરુપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તિસ્તા પર વધુ તપાસની જરૂર છે કારણ કે તે આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે.
Published by:
rakesh parmar
First published:
June 25, 2022, 5:57 PM IST