E-commerce Drugs Racket: ઈ-કોમર્સ દ્વારા ડ્રગ સપ્લાય કેસમાં ચોંકાવનારો ખુલાસો, યુવતીઓનું કરતા શારીરિક શોષણ


Updated: June 9, 2022, 6:50 AM IST
E-commerce Drugs Racket: ઈ-કોમર્સ દ્વારા ડ્રગ સપ્લાય કેસમાં ચોંકાવનારો ખુલાસો, યુવતીઓનું કરતા શારીરિક શોષણ
આરોપી અલગ અલગ ડ્રગ્સ માટે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા.

અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહીત રાજ્યમાં અનેક જગ્યાએ રેવ પાર્ટી કરી ચૂક્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. ગંભીર વાત એ પણ સામે આવી છે કે આરોપીઓ યુવતીઓને ડ્રગ્સના બદલામાં  શારીરિક સંબંધ બંધાવતા હતા.

  • Share this:
ગુજરાત એટીએસ (Gujarat ATS) એ ઈ-કોમર્સ વેબસાઇટ (Supply of drugs in e-commerce website)માં જાહેરાત બનાવીને ડ્રગ્સનું વેચાણ (Gujarat Drug smuggling) કરતા 3 લોકોની ધરપકડ કર્યા બાદ તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ બાળકોના રમકડામાં ડ્રગ્સ નાખી એમોઝોન (Amazone)ના બોક્ષનો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું છે. મહત્ત્વની વાત તો એ છે કે આરોપીઓના ગ્રાહકો વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યુવતીઓ હોવાનુ સામે આવી રહ્યું છે. આરોપી અલગ અલગ ડ્રગ્સ (Drug) માટે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા.

ગુજરાત ATS દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે લોકો ઈ-કોમર્સના માધ્યમથી ગ્રાહકો બનાવીને કુરિયર દ્વારા ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આરોપીઓની તપાસમાં અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે. જેમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકોના રમકડાની અંદર ડ્રગ્સ નાખી ડ્રગ્સને કુરિયર કરતા હતા અને આરોપી આકાશ, સોહલી અને બાસિત સિવાય કરણ નામનો મુખ્ય આરોપી હાલ ફરાર છે. આ લોકોની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોના 20 થી 35 વર્ષની ઉંમરના ગ્રાહકો હતા અને જેમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ સામેલ છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાન અને એમપી બોર્ડર પરથી આ ડ્રગ્સ કુરિયર મારફતે મંગાવતા હતા અને આ તમામ ડ્રગ્સ મુંબઈથી આવતું હોવાનુ સામે આવી રહ્યું છે. આરોપીઓ દ્વારા સૌરાષ્ટ્ર, મેહસાણા, ગાંધીનગર, અમદાવાદ સિવાય અનેક જગ્યાએ છેલ્લા 3 વર્ષથી આ રીતે ડ્રગ્સ મોકલી રહ્યા હતા. ત્યાં જ આરોપીઓ રેવ પાર્ટીનું આયોજન પણ કરતા હતા.

આ પણ વાંચો- જેલમાં રહેલ માતાને છોડાવવા સગીર પુત્રએ રચ્યું લૂંટનું કાવતરું

અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહીત રાજ્યમાં અનેક જગ્યાએ રેવ પાર્ટી કરી ચૂક્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. ગંભીર વાત એ પણ સામે આવી છે કે આરોપીઓ યુવતીઓને ડ્રગ્સના બદલામાં  શારીરિક સંબંધ બંધાવતા હતા. નોંધનીય છે કે બીજા ફરાર માસ્ટર માઇન્ડ લોકોને પકડવા ટીમો કામે લાગી ગઈ છે અને ATS દ્વારા આ લોકો પાસેથી ડ્રગ મંગાવતા ગ્રાહકોની પણ તપાસ થશે.

આ પણ વાંચો- ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધી 6 સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરમાં ગેરરીતિ થઇજણાવી દઇએ કે, ગુજરાતમાં ડ્રગ્સના કાળા કોરોબારમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ સતત ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓને રાજ્યની પોલીસ (Gujarat Police) દબોચી રહી છે અને તેમના પર લગામ કસી રહી છે. ત્યારે ગુજરાતમાં ઈ-કોમર્સ વેબસાઈટ જેવી બનાવટી વેબસાઈટ બનાવી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ આરોપીની ગુજરાત એટીએસે (Gujarat ATS) ધરપકડ કરી હતી. ATS એ 8 લાખથી વધુ કિંમતના 3 અલગ-અલગ ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ તપાસનો રેલો અન્ય રાજ્ય સુધી લંબાવ્યો છે.
Published by: rakesh parmar
First published: June 8, 2022, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading