અમદાવાદ: ત્રણ નબીરાઓ ગજબ રીતે કરતા હતા નશાનો કારોબાર, ક્યારેય નહીં સાંભળી હોય આવી મોડસ ઓપરન્ડી


Updated: June 19, 2022, 2:54 PM IST
અમદાવાદ: ત્રણ નબીરાઓ ગજબ રીતે કરતા હતા નશાનો કારોબાર, ક્યારેય નહીં સાંભળી હોય આવી મોડસ ઓપરન્ડી
આરોપીઓ પાસેથી 02 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે.

Ahmedabad News: આરોપીઓ પાસેથી 02 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્ય પદાર્થમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે

  • Share this:
અમદાવાદ: ગુજરાત ATSએ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી એક રેસ્ટરોરન્ટમાં દરોડા પાડીને નશાયુક્ત બિસ્કિટ વેચનાર ત્રણ શખસોની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય શખસો છેલ્લા એક વર્ષથી આ નાશનો કાળો કારોબાર આ રેસ્ટરોરન્ટમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં આવેલી દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ સમું સફેદ ઝેર મળી આવ્યું હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ એક નવી જ મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ ગુજરાત ATS એ કરી નાંખ્યો છે જેમાં " કેનાબીજ" એટલેકે ગાંજાના છોડમાંથી જે બિયા નીકળતા હોય છે તેમાંથી તેલ નીકળતું હોય છે અને આ તેલને કુકીઝ એટલે કે બિસ્કિટમાં ભેળવીને વેચનારા ત્રણ શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાત ATS ની ગિરફતમાં આવેલા ત્રણેય આરોપીઓના નામ જય કિશન ઠાકોર, અંકિત રાજકુમાર ફુલહરી તથા સોનું છે. આમ આ ત્રણેય આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરીને સ્થાનિક પોલીસ એટલે કે અડાલજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ ગાંધીનગર SOG પોલીસે આગળના સમયમાં હાથ ધરવામાં આવશે. કારણ કે, NDPSના કેસની તપાસની સત્તા એસઓજી હસ્તગત રહેતી હોય છે.

ગુજરાત ATSની ટિમ દ્વારા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી ચૂલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા તે સમયે આરોપી જયકિશન ઠાકોર પાસેથી એમેઝોનના બોક્સ પણ મળી આવ્યા હતા. જેમાં તે ડિલિવરી કરતો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પાસેથી 02 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્ય પદાર્થમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે. હાલ તો 1.59 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પહેલા પણ બે મહિના પહેલા અમદાવાદના એસ.જી.હાઈવે, કર્ણાવતી ક્લબ પાસે જાહેર રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેડોન ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોને 1896 ગ્રામ મેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ, મોહમ્મદ રાહીલ ઉર્ફે રાહીલબાબા અને શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, રાહીલબાબાએ કહ્યું કે તેના કબજામાંથી કબજે કરવામાં આવેલ મેડ્રોનનો જથ્થો આરોપી મોહમ્મદ શાહીદ કુરેશીએ આપેલ અને તેની તપાસમાં આ ડ્રગ તેને મોહમ્મદ તૌસિફ દ્વારા આપવામાં આવ્યું હતું. તેની તપાસમાં અન્ય નામ અસ્ફાક શેખ દ્વારા અને તેને આ ડ્રગ એમદ હુસૈન સરખેજ વાળા દ્વારા આપવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી ચારેય આરોપીઓને ઉપરોક્ત ગુનામાં અટકાયત કરી હતી.
Published by: Kaushal Pancholi
First published: June 19, 2022, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading