Gujarat Election 2022: ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે સી. આર. પાટીલનું મોટું નિવેદન
News18 Gujarati Updated: September 26, 2022, 1:56 PM IST
સી.આર.પાટીલ (ફાઇલ ફોટો)
Gujarat Politics: સી.આપ પાટીલે વધુમાં કાર્યકરો સામે ટકોર કરતા જણાવ્યુ છે કે, દિવાળીમાં પણ કાર્યકરો સુષુપ્ત ન થાય.
અમદાવાદ : ગુજરાતમાં થોડા મહિનાઓમાં જ ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે રાજકારણ ગરમાઇ રહ્યુ છે. આવા વાતાવરણમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું વહેલી ચૂંટણી અંગે મોટું નિવેદન સામે આવ્યું છે.
સી. આર પાટીલે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે કે, 'ગુજરાતમાં 10થી 12 દિવસ વહેલી ચૂંટણી આવી શકે છે. નવેમ્બરમાં ચૂંટણી પૂર્ણ થવાના સંકેત પણ આપ્યા છે. તેમણે વધુમાં કાર્યકરો સામે ટકોર કરતા જણાવ્યુ છે કે, દિવાળીમાં પણ કાર્યકરો સુષુપ્ત ન થાય.'
સી.આર પાટીલે સંબોધનમાં જણાવ્યુ કે, 'નવેમ્બરના અંત સુધીમાં તો ચૂંટણી પૂરી થઇ જાય એવુ મને લાગે છે. ગયા વખતે વર્ષ 2012 અને 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી. આ વખતે 10-12 દિવસો વહેલું આવી જાય તેવું મારું માનવું છે. મને કોઇએ કહ્યુ નથી. મારી સાથે કોઇની વાત થઇ નથી. કોઇ તારીખ જાહેર કરવાની મને કોઇ સત્તા નથી. પરંતુ હું કાર્યકરોને કહેવા માંગુ છુ કે, તેઓ દિવાળીમાં સુષુપ્ત ન થઇ જાય.'
આ પણ વાંચો: નવરાત્રીના પહેલા જ દિવસે મેઘરાજાએ બોલાવી રમઝટ
ચૂંટણી પંચ પણ ગુજરાતમાં છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ફરી એક વખત આજે તારીખ 26 અને 27 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે ઇલેક્શન કમિશનના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે સભ્યોનું આ કમિશન વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. રાજ્યના તમામ કલેકટરો સાથે પણ બેઠક કરશે. આ બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા પણ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરશે. આ બેઠક દરમિયાન તેઓ વિવિધ રાજકીય પક્ષોને સાંભળશે અને ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા શું કરી શકાશે અને શુ નહીં તેની સૂચનાઓ આપશે. કેનદ્રમાંથી ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવવાના હોવાથી હાલ તો વહીવટીતંત્રમા દોડધામની સ્થિતિ છે.આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્યના પોલીસ અધિકારીઓની સૌ પ્રથમ ચીફ સેક્રેટેરી અને ત્યારબાદ ચૂંટણી પંચ સાથે બેઠક થઇ હતી. ત્યાર બાદ રાજ્યના પોલીસ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published by:
Kaushal Pancholi
First published:
September 26, 2022, 1:44 PM IST