અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવેની હાર થઇ છે.
આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું
અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવે મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,47,669 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 55.41 ટકા મતદાન થયું હતું. ઘાટલોડિયા બેઠક પર કુલ 2,66,486 મતદારો છે. જેમાં 1,33,531 પુરુષ મતદારો અને 1,32,951 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મોરબીમાં ભાજપનો ભગવો લહેરાયો, ઝૂલતા પુલ દુર્ઘટનાના હીરો કાંતિ અમૃતિયા મોટા માર્જિનથી જીત્યા
2017-2012માં પણ ભાજપની થઇ હતી જીત
બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 63.93% ટકા મતદાન થયું હતું. જ્યારે 85,205 મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ ભાજપની જીત થઇ હતી. 2012માં આ બેઠક પર 67.7% ટકા મતદાન થયું હતું. જ્યારે 76,672 મતોથી ભાજપની જીત થઇ હતી.
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.