ગુજરાતમાં દારૂબંધી અંગે હર્ષ સંઘવીનું નિવેદન: ગુજરાતમાંથી ક્યારેય દારુબંધી નહીં હટે

News18 Gujarati
Updated: October 1, 2022, 6:24 PM IST
ગુજરાતમાં દારૂબંધી અંગે હર્ષ સંઘવીનું નિવેદન: ગુજરાતમાંથી ક્યારેય દારુબંધી નહીં હટે
ફાઇલ તસવીર

Gujarat Liquor Ban: રાજ્યમાં દારુબંધી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દારુબંધી અંગે નિવેદન આપ્યું છે.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં દારુબંધી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દારુબંધી અંગે નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ દારુબંધી અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય દારુ બંધી હટાવવામાં નહીં આવે. દારુ બંધી હટાવવાનો નિર્ણય ક્યારેય કરવામાં નહીં આવે. સાથે જ તેમણે દારૂબંધી પર રાજનીતિ કરતા પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, દારુબંધી પર કોઈએ ચૂંટણીનો મુદ્દો બનાવવો હોય તો ભલે બનાવે, પરંતુ ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ યથાવત રહેશે.

સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇન રેટ ઘટ્યો છે. ગુજરાત વેપારીઓ માટે શાંતિ ફાયદાકારક બની છે. ક્રાઇમ ડેટા હવે અન્ય રાજ્યના અદાન પ્રદાન કરી શકાશે. ભારત સરકારમાં આ મુદ્દે કામ ચાલી રહ્યું છે. હવે રાજ્ય અન્ય રાજ્યના ક્રાઇમ ટેડા અદાન પ્રદાન કરી શકાશે. સાથે જ તેમણે કહ્યું કે, ડબલ એન્જીન સરકાર આજે સૌથી વધુ ઇન્વેસમેન્ટ થયું છે. મારી વિધાનસભામાં એક પ્રયોગ કર્યો છે. ઘરમાં કામ કરતા ઘરઘાટી માટે એક પ્રયોગ કર્યો છે. તેઓના સંતાન માટે કઇક અલગ સારું કામ કરવું જોઇએ. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય પર ભાર મુકવો જોઇએ. સંસ્થાઓ કામ કરે છે પણ હવે માત્ર સોશિયલ મીડિયામાં ચાલે છે જે ન હોવું જોઇએ.


આ પણ વાંચો: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

આજે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપ્યુ છે કે, 'ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મહિલા પોલીસના ડ્રેસ કોડ પર વિચાર ચાલી રહ્યો છે કે તે ખાખીને બદલે નવો રંગ આવે.'

આ બાદ રાજકારણ ઉપર ચર્ચા કરતા તેમણે જણાવ્યુ કે, દરેક ક્ષેત્રમાં રાજકારણ હોય છે. કોર્પોરટ કલ્ચરમા જે રાજકારણ હોય તેના કરતા ઓછું રાજકારણમાં રાજકારણ હોય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દેશમાં સૌથી પહેલા ગુજરાતના રોડ રસ્તા સારા હતા. કારણ કે, મોદી સીએમ હતા હવે મોદી પ્રધાનમંત્રી બન્યા એટલે સમગ્ર દેશના રસ્તા સારા થઇ રહ્યા છે. પહેલા ગુજરાતની બહાર રોડ ખરાબ હતા હવે તેની ગુણવત્તા બદલાઇ રહી છે.
Published by: Azhar Patangwala
First published: October 1, 2022, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading