અમદાવાદ: હવે વિમાન મારફતે દારૂની હેરાફેરી! શું પોલીસ હેરાફેરીના વાહન તરીકે ઉપયોગ બદલ વિમાનનો કબજો લેશે?


Updated: May 28, 2022, 3:57 PM IST
અમદાવાદ: હવે વિમાન મારફતે દારૂની હેરાફેરી! શું પોલીસ હેરાફેરીના વાહન તરીકે ઉપયોગ બદલ વિમાનનો કબજો લેશે?
યિરાગ પરમાર

Ahmedabad Liquor stock: દારુની હેરાફેરી માટે વપરાતું વાહન પોલીસ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કબ્જે કરે છે. પરંતુ આ વખતે દારુની હેરાફેરી વિમાન મારફતે થઈ છે. ત્યારે પોલીસ બેડામાં ચર્ચા છે કે કાયદાકીય રીતે વિમાન કબ્જે કરી શકાય કે કેમ?

  • Share this:
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં આમ તો દારુબંધી છે પરંતુ યેનકેન પ્રકારે રાજ્યમાં દારુ પ્રવેશે છે. પરંતુ પહેલી વખત વિમાન મારફતે દારુની હેરાફેરી (Liquor stock seized) થઈ હોવાનુ સામે આવ્યું છે. જોકે, આ કેસમાં એરપોર્ટ (Ahmedabad Airport)માંથી તો દારુ બહાર આવી ગયો પરંતુ પોલીસે (Ahmedabad Police) તેને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં 6 વખત દારુ વિમાનમાં ગોવાથી અમદાવાદ (Goa to Ahmedabad) સુધી આવ્યો છે. પોલીસે હાલ આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

તસવીરમાં જોવા મળી રહેલા આરોપીનુ નામ ચીરાગ ઉર્ફે ચીકુ પરમાર (Chirag Parmar) છે. ચીકુ પ્રહલાદનગર ખાતે વસવાટ કરે છે. તે ઈન્ડીગો (Indigo) કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 26 તારીખે સાંજે ઝોન 7 એલસીબીને બાતમી મળી હતી કે એરપોર્ટથી આવી રહેલા એક યુવક પાસે દારુનો જથ્થો છે. જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 48 બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ દારુનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને તેના મિત્રો અને પરિવારને વેચતો હતો.

ચિરાગ પરમાર ઇનડીગોમાં સિક્યોરિટી મેનેજરચીરાગ ઉર્ફે ચીકુ પરમાર ઈન્ડીગોમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે અવારનવાર ફ્લાઈટમાં ગોવા જતો હતો. છેલ્લા 6 મહિનામાં તે 6 વખત ગોવા ગયો છે. ચીરાગ ત્યાંથી દારુનો જથ્થો અમદાવાદ લાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સિક્યુરીટી મેનેજર હોવાથી તેનો લગેજ ચેક થતો ન હતો અને માટે જ તે દારુ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો: કચ્છમાંથી ફરી ચરસનો જથ્થો મળી આવ્યો
આ પણ વાંચો: રાત્રે બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, એકનું મોત

...તો શું પોલીસ વિમાનનો કબજો લેશે?


મહત્ત્વની વાત એ છે કે દારુની હેરાફેરી માટે વપરાતું વાહન પોલીસ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કબ્જે કરે છે. પરંતુ આ વખતે દારુની હેરાફેરી વિમાન મારફતે થઈ છે. ત્યારે પોલીસ બેડામાં ચર્ચા છે કે કાયદાકીય રીતે વિમાન કબ્જે કરી શકાય કે કેમ? બીજી તરફ આરોપીની પૂછપરછમાં અન્ય શું નવી હકીકત સામે આવે છે તે પણ જોવું રહ્યું.
Published by: Vinod Zankhaliya
First published: May 28, 2022, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading